Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

એશિયન પેરા ગેમ્સના વિજેતાઓ સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કરી મુલાકાત

એશિયન પેરા ગેમ્સ-2018માં ભારતે 15 ગોલ્ડ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ એશિયન પેરા ગેમ્સ-2018માં મેડલ જીતનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.તેમણે જણાવ્યું કે, દેશને તમારા ઉપર ગર્વ છે. ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયન પેરા ગેમ્સ-2018માં ઈતિહાસ રચીને ભારતે 15 ગોલ્ડ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા.

  એશિયન પેરા ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે જ ભારતે 2020માં યોજાનારા પેરાલિમ્પિક રમતોત્સવ માટે નવી આશાઓ જગાડી છે. ભારતે એશિયન પેરા ગેમ્સમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 72 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં 9મું સ્થાન હાંસલ કર્યું હતું. 

  આ રમતોત્સવમાં ચીન 172 ગોલ્ડ, 88 સિલ્વર અને 59 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ લિસ્ટમાં ટોચ પર રહ્યું હતું. દક્ષિણ કોરિયા (53 ગોલ્ડ, 45 સિલ્વર અને 47 બ્રોન્ઝ) સાથે બીજા અને ઈરાન (51 ગોલ્ડ, 42 સિલ્વર અને 43 બ્રોન્ઝ)સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. 

(12:46 am IST)
  • હાલોલના રામેશરા ગામે 3560 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો : પંચમહાલ જિલ્લાના હાલોલના રામેશરા ગામમાં આવેલ અક્ષય ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી 89000ની કિંમતનો 3560 કિલો અખાદ્ય ગોળ ગોધરા આર આર સેલે ઝડપી પાડ્યો access_time 1:05 am IST

  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા:શહેરમાં 2 અને જિલ્લાનો એક કેસ નોંધાયો:હાલ 19 દર્દી સારવાર હેઠળ access_time 1:09 am IST

  • નીતિશનો મોટો નિર્ણયઃ પ્રશાંત કિશોરને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા access_time 3:36 pm IST