Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ચૂંટણીપંચ દ્વારા લોકસભાની તૈયારીઓ શરૂ : M3 વર્ઝનના નવા યુનિટનો ચૂંટણીમાં કરાશે ઉપયોગ

રાજ્યના 13 જિલ્લાઓમાં ઇવીએમ પહોંચ્યા : 80300 જેટલા નવા બેલેટ યુનિટ

 

નવી દિલ્હી :આગામી લોકસભાની ચૂંટણી ઇવીએમની સાથે વીવીપેટથી યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં પણ 67 હજાર જેટલા નવા કંટ્રોલ યુનિટ અને વીવીપેટ બેંગાલુરૂની કંપનીમાંથી આયાત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે જે અંતર્ગત રાજ્યના 13 જિલ્લાઓમાં ઇવીએમ પણ પહોંચી ગયા છે.

80300 જેટલા નવા બેલેટ યુનિટનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે. સઘન સુરક્ષા વચ્ચે નાયબ કલેક્ટરની આગેવાનીમાં નવા વીવીપેટ મશીન લાવવામાં આવી રહ્યાં છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં એમ-થ્રી વર્ઝનના નવા યુનિટનો ચૂંટણીમાં ઉપયોગ થશે.

30 ઓક્ટોબર સુધી તમામ જિલ્લામાં નવા યુનિટ્સ પહોંચી જશે. જ્યારે કે 15 નવેમ્બરથી નવા યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવશે. રાજકીય પક્ષો ઇવીએમમાં ચેડા થતા હોવાના આક્ષેપો અવારનવાર કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીના નવા યુનિટના ચેકિંગ દરમ્યાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં આવશે.

(12:33 am IST)
  • સોમાલીયાના બેડોઆ શહેરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટઃ ૧૬ લોકોના મોત : ૫૦ ઘાયલ : સોમાલીયાના બેડોઆ શહેરમાં શનિવારે બે આતંકવાદીઓએ એક રેસ્ટોરા અને હોટલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરતા ૧૬ લોકોના મોત નિપજયા છે. જયારે ૫૦ લોકો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાવાર શહેરના ભીડવાળા વિસ્તારમાંં ઘુસી આવ્યા હતા અને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલ-શબાએ લીધી છે access_time 3:31 pm IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST