Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

AMU વિવાદમાં મધ્યસ્થી કરવાનો રાજનાથને અનુરોધ

વિદ્યાર્થીઓના મામલામાં ઓવૈસીની પ્રતિક્રિયા :યુનિવર્સિટીના અધિકારીઓ સાથે રાજનાથસિંહે વાતચીત કરવી જોઇએ : વિદ્યાર્થી સામે દેશદ્રોહનો કેસ થતાં હોબાળો

 નવી દિલ્હી, તા. ૧૬ : કાશ્મીરમાં કુખ્યાત મન્નાન વાની એન્કાઉન્ટરમાં ઠાર થયા બાદથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિવાદનો દોર જારી રહ્યો છે. એકબાજુ ત્રણ સાથી વિદ્યાર્થીઓન સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ નારાજ કાશ્મીરી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી છોડી દેવાની ધમકી આપી છે. બીજી બાજુ આને લઇને વિવાદ વધી રહ્યો છે. હવે વિદ્યાર્થીઓના આ મામલે રાજકીય દરમિયાનગીરી વધી રહી છે. યુનિવર્સિટીમાં જારી વિવાદ વચ્ચે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અશદઉદ્દીન ઓવૈસી આ વિષય ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નિવેદનની માંગ કરી છે. સાથે સાથે દરમિયાનગીરીની પણ માંગ કરી છે. ઓવૈસીએ કહ્યું છે કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓની સામે દેશદ્રોહના આરોપોને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે સમસ્યાને ઉકેલવા રાજનાથસિંહે દરમિયાનગીરી કરવી જોઇએ. રાજનાથસિંહ અને યુનિવર્સિટીના અધિકારીઓએ વાતચીત કરીને વિવાદને ઉકેલવો જોઇએ. તેમણે કહ્યું હું કે, કાશ્મીરી વિદ્યાર્થીઓને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પોાતના અભ્યાસને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવા જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશ અને ખાસ કરીને કાશ્મીરના સારા ભવિષ્ય માટે આ બાબત ખુબ જરૂરી છે. હૈદરાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા ઓવૈસીએ કહ્યું હતું કે, એએમયુના કુલપતિ અને યુનિટ તેમજ ગૃહમંત્રી અને ગૃહમંત્રાલયમાં કાશ્મીર મુદ્દાને નિહાળનાર લોકોએ સાથે બેસીને વાતચીત કરવી જોઇએ. ઓવૈસીએ એમ પણ કહ્યું હતું કે, જો તમામ પક્ષ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે તો પણ વિવાદનો ઉકેલ આવશે. મન્નાન માટે યુનિવર્સિટીમાં નમાજે જનાજા આયોજિત કરવાના મામલામાં યુનિવર્સિટીએ કઠોર વલણ અપનાવીને નવ વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરી હતી. ત્રણ વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરીને કેસ નોંધીને તેમને સસ્પેન્ડ કરી દેવમાં આવ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓ પાસેથી સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે. મોડેથી અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ભારત વિરોધી નારા લગાવીને સાથીઓ સામે દાખલ દેશદ્રોહના કેસને પરત લેવાની માંગ કરી હતી. સાથે સાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી નિકળી જવાની ધમકી પણ આપી હતી. આ સંદર્ભમાં એએમયુ વિદ્યાર્થી યુનિયનના પૂર્વ અધ્યક્ષ સજાદ દ્વારા કુલપતિ તારીક મન્સુરને પત્ર મોકલવામાં આવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે, જો યુનિવર્સિટીમાં કાશ્મીરી વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા ખરડવાના પ્રયાસ બંધ નહીં થાય તો ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ૧૭મી ઓક્ટોબરના દિવસે પોતાના વતન પરત ફરશે. આ મહેલ હવે આવતીકાલે પૂર્ણ થઇ રહી છે ત્યારે એએમયુમાં વિદ્યાર્થીઓને લઇને સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે.

હવે પછીની ફાઇલમાં શું

*    સ્વાઈન ફ્લુથી બેના મોત, અનેક નવા કેસ

*    સ્વાઈન ફ્લુનું ચિત્ર દિનપ્રતિદિન ખતરનાક બન્યું

*    શક્તિસિંહ ગોહિલના રૂપાણી ઉપર ગંભીર આક્ષેપ

*    ગુજરાત દિપોત્સવી અંકનું લોકાર્પણ

*    સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા એકતાની ભાવનાને મજબૂત કરશે

(7:44 pm IST)
  • મુંબઇમાં સખ્ત ગરમી-ઉકળાટ : ૨૧-૨૨ ઓકટોબરે છુટાછવાયા ગાજવીજ વરસાદી ઝાપટા પડશેઃ હાલ તુર્ત સુકુ અને ગરમ વાતાવરણ ચાલુ રહેશે તેમ સ્કાયમેટ કહે છે. મુંબઇમાં સાંતાકુઝ ખાતે ગઇકાલે ૩૭.૫ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન નોંધાયું હતુઃ ભારે ગરમી-બફારા સાથે લોકો પરસેવે રેબઝેબ છેઃ છેલ્લા ૧૦ વર્ષોમાં બીજી વખત આવુ ઉંચુ ઉષ્ણાતામાન ઓકટોબરમાં જોવા મળ્યું છે. access_time 3:37 pm IST

  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા:શહેરમાં 2 અને જિલ્લાનો એક કેસ નોંધાયો:હાલ 19 દર્દી સારવાર હેઠળ access_time 1:09 am IST

  • અંકલેશ્વરના સારંગપુર ગામના સરપંચ અને તલાટી 10 હજાર ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા :સરપંચ ગોપાલ વસાવા અને તલાટી દિનેશ પટેલ સારંગપુર ગામ પંચાયતમાં સ્ટ્રીટ લાઇનના બરોડાના સપ્લાયર પાસેથી બિલ પાસ કરવાના માગ્યા હતા10 હજાર:એસીબીએ છટકું ગોઠવી સરપંચ અને તલાટીને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી access_time 1:15 am IST