Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નવા નિયમ હેઠળ ફંડ એકત્રિત કરવા તૈયારી

આઈઓ ફંડને લઇને આશાવાદી

નવીદિલ્હી, તા. ૧૬ : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને આજે કહ્યું હતું કે, હવેથી ૨૦ દિવસની અંદર નવા વર્કિંગ કેપિટલ ધારાધોરણ હેઠળ ઓછામાં ઓછા ૩૦૦ મિલિયન ડોલરની રકમ ઉભી કરવામાં આવશે. આઈઓસીએ ગયા સપ્તાહમાં જ કહ્યું હતું કે, ઓટો મોબાઇલને સીએનજી રિટેલિંગ માટે સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સ્થાપિત કરવામાં ૬૪.૬૩ અબજ રૂપિયાનું રોકાણ કરશે. સાત જિલ્લાઓમાં ઘરોમાં પાઈપથી ગેસ પહોંચાડવામાં આવશે. સિટી ગેસ લાયસન્સને લઇને મોટી સફળતા મળી ચુકી છે. ભારતની તેલની માંગ પ્રતિદિવસ ૫.૮ મિલિયન બેરલ સુધી ૨૦૪૦ સધી પહોંચી શકે છે.

(7:39 pm IST)