Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રિલાયન્સ ઇન્‍ડસ્‍ટ્રીઝ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ હેથવે અને ડેનમાં અંકુશાત્‍મક હિસ્સો ખરીદવાની તૈયારીમાં

 

મુંબઈ:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં દેશના બે સૌથી મોટા કેબલ TV અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સ હેથવે કેબલ અને ડેન નેટવર્ક્સમાં અંકુશાત્મક હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. કંપની કવરેજમાં વધારો કરવા હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ નેટવર્કના વિસ્તરણની યોજના ધરાવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ બંને કંપનીમાં 25 ટકાથી વધુ હિસ્સો ખરીદે તેવી શક્યતા છે, જે તેને કંપનીઓ પર નિયંત્રણ અને બોર્ડમાં બેઠક આપશે. એક્વિઝિશનને કારણે ઓપન-ઓફર્સ આવશે અને એટલે બંને કંપનીના પ્રમોટર્સના હિસ્સામાં ઘટાડો થશે. સોદાની જાહેરાત આગામી કેટલાક દિવસમાં થવાની શક્યતા છે. બંને કંપનીએ એક્સ્ચેન્જિસને જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબરે તેમના બોર્ડની બેઠક મળશે. જેમાં ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી મંજૂરી અપાશે. રિલાયન્સ, રિલાયન્સ જીઓ, હેથવે અને ડેન નેટવર્ક્સને બાબતે મોકલાયેલા -મેઇલનો જવાબ મળ્યો હતો.

હેથવે કેબલ રાહેજા ગ્રૂપની કંપની છે. જ્યારે ડેન નેટવર્ક્સના પ્રમોટર સમીર મનચંદા છે. સોદાનો ગણગણાટ શરૂ થયો ત્યારથી બંને કંપનીના શેર વધી રહ્યા છે. હેથવેનો શેર બીએસઇ પર 6.04 ટકા વધીને ₹28.95 અને ડેનનો શેર 10.8 ટકાની વૃદ્ધિ સાથે ₹75.65ના મથાળે બંધ રહ્યો હતો. સૂત્રના જણાવ્યા અનુસારહેથવે અને ડેન બંને નવા શેર્સ ઇશ્યૂ કરશે. સોદાની વિસ્તૃત બાબતો પર હજુ કામ ચાલુ છે. રિલાયન્સ 25 ટકાથી વધુ હિસ્સો ખરીદશે. હિસ્સો ઘણો વધારે પણ 50 ટકાથી ઓછો હશે.” ઉલ્લેખનીય છે કે, ET સૌથી પહેલાં ઓક્ટોબરે રિલાયન્સે હેથવે સાથે વાટાઘાટ શરૂ કરી હોવાના સમાચાર પ્રકાશિત કર્યા હતા.

રિલાયન્સે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડેન નેટવર્ક્સના એક્વિઝિશન માટે વાટાઘાટ કરી હતી, પણ સોદો થઈ શક્યો હતો. થોડા મહિના પહેલાં રિલાયન્સે કેબલ માર્કેટમાં વ્યાપ વધારવાની શરૂઆત કરી ત્યારે સોદા માટે ચર્ચા શરૂ કરી હતી. સૂત્રના જણાવ્યા અનુસારરિલાયન્સ દરેક તબક્કે વિવિધ બિઝનેસ પ્લાન્સ વિચારતી હોય છે. જોકે, છેલ્લા બે મહિનાથી કંપની વિડિયો અને બ્રોડબેન્ડ સર્વિસિસ પૂરી પાડવા માટે MSOsના અત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે આક્રમક બની છે.”

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હેથવે અને ડેન નેટવર્ક્સના હિસ્સાની ખરીદી રિલાયન્સ જીઓને પ્રોત્સાહન આપશે. હેથવે 350 અને ડેન 200 શહેરોમાં 72-72 લાખ ડિજિટલ કેબલ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. ભારતના કેબલ બ્રોડબેન્ડ માર્કેટમાં હેથવેનો હિસ્સો 52 ટકા છે. ડેન 9.7 લાખ ઘરોમાં પહોંચવાની ક્ષમતા સાથે 1,06,000 બ્રોડબેન્ડ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. કેટલાક જાણકારોના મતે સોદાને કારણે સ્પર્ધાપંચ (CCI)નું ધ્યાન ખેંચાશે. જોકે, CCIની પરવાનગી મુદ્દો બને તેમ લાગતું નથી.

(5:43 pm IST)