Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નવરાત્રીના તહેવારમાં સોનાનો ભાવ અૈતિહાસિક સપાટી નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ સોના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે. 26 નવેમ્બર 2012 સોનું પહેલી વખત 33,000ને સપર્શયું હતું. જેમાં નવરાત્રીના તહેવાર ટાણે સોનાનો ભાવ ઐતિહાસિક ભાવની નજીક પહોંચ્યો હતો. આજ રીતે ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ચાંદીમાં 300ના વધારે સાછે ચાર સપ્તાહની ઊંચી સપાટી 39,000 પહોંચી છે. સોનાના કારોબારને આશા છે કે દિવાળી સુધીમાં કીમતી ધાતુનો ભાવ પ્રતિ દસ ગ્રામે ₹33,000ને આંબી જશે. આમ તેમાં વર્તમાન સ્તરેથી બીજા 3.15 ટકાના ઉમેરાની આશા છે. તેનું કારણ નબળા રૂપિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા ભાવની બેવડી અસર છે. બોન્ડ માર્કેટ વેરવિખેર છે અને એનબીએફસી સેક્ટરમાં કટોકટી છે તથા ઇક્વિટી બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેના લીધે વખતે દિવાળીમાં સોનાના ભાવમાં એસેટ ક્લાસ તરીકે પોઝિશન લેવાનો પ્રયત્ન થઈ શકે છે.

એક્સપર્ટની સલાહ

અમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સ (ET) સાથેની વાતચીતમાં ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, “હાલમાં કોઈ બજારમાં કોઈ એવી એસેટ ક્લાસ નથી જે સારું વળતર આપે. ઇક્વિટી બજારમાં કડાકો નોંધાયો છે. બોન્ડ બજારમાં પણ આવી સ્થિતિ છે. એનબીએફસી સેક્ટર કટોકટીમાં છે ત્યારે સંજોગોમાં સોનું એકમાત્ર એવું છે જે વળતર આપી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ વધવા લાગ્યા છે જે દર્શાવે છે કે સોનું રોકાણ માટે સલામત વિકલ્પ છે.”

વૈશ્વિક બજારમાં ભાવ વધ્યા

મહેતાએ ઉમેર્યું હતું કે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે ₹32,700ને સ્પર્શી જાય તેવી સંભાવના છે. શુક્રવારે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે ₹31,700 હતો. આમ વર્તમાન ભાવથી બીજા હજાર રૂપિયાના વધારાની ધારણા છે. વિશ્વ સ્તરે જોઈએ તો શુક્રવારે સોનું ઘટ્યું હતું, પરંતુ અગાઉના સત્રમાં તેણે બે મહિનાની ઊંચી સપાટી બનાવી હતી. સમયે વૈશ્વિક શેરબજારોમાં સોનાના ભાવ બે ટકા વધતાં સલામત રોકાણ સાધન તરીકેની તેની અપીલ વધી હતી. હાજર સોનાનો ભાવ શુક્રવારના ઇન્ટ્રા-ટ્રેડમાં 0.2 ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,221.06 ડોલર થયો હતો.

મોટા ઘટાડાનો અવકાશ નથી

સોનાએ ગુરુવારે 2.5 ટકાનો વધારો નોંધાવતાં 31 જુલાઈ પછીનો સૌથી ઊંચો ભાવ $1,226.27 નોંધાવ્યો હતો. સોનાએ જૂન 2016પછીનો સૌથી મોટો દૈનિક ઉછાળો નોંધાવ્યો હતો. “અહીંથી થોડા કરેક્શનને અવકાશ છે, પરંતુ તેમાં જંગી ઘટાડાનો અવકાશ નથી, તે અમુક સ્તરથી નીચે નહીં જાય.” એમ મહેતાએ જણાવ્યું હતું.

કિંમતી ધાતુ રોકાણનો વિકલ્પ

કોમટ્રેન્ડ્ઝ રિસર્ચના જ્ઞાનસેકર થિયાગરાજને જણાવ્યું હતું કે, “સોના અને ચાંદીમાં સટ્ટાકીય પોઝિશન શોર્ટ સાઇડે છે. શોર્ટ કવરિંગના લીધે સોનામાં રેલી જોવા મળી શકે. તાજેતરમાં કીમતી ધાતુ રોકાણનો સલામત વિકલ્પ બની છે.” જોકે થિયાગરાજન માને છે કે જો તેણે પ્રતિ દસ ગ્રામે 32,700ની સપાટી વટાવી તોપણ તે દિવાળી વખતે પ્રતિ દસ ગ્રામે ₹32,400થી ₹32,500 તો જરૂર હશે.

સારા કારોબારની સંભાવના

ગઈ દિવાળીની તુલનાએ વખતે સોનાનો કારોબાર સારો રહેવાની સંભાવના છે, જ્યારે કોમ્પ્લાયન્સના મુદ્દાના લીધે ગ્રાહકો કીમતી ધાતુથી દૂર રહ્યા હતા. “સોનાને બાદ કરતાં બાકીની બધી એસેટ્સમાં નકારાત્મક વળતર છે. લગ્નસરાની માંગ ઉપરાંત અમને સોનામાં રોકાણલક્ષી માંગની પણ આશા છે.” એમ ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું. ભારત દર વર્ષે 800થી 850 ટન સોનાની આયાત કરે છે. તેમાંથી 60 ટકા સોનું ગ્રામીણ ભારતમાં ખપી જાય છે.

(6:01 pm IST)
  • અલ્હાબાદનું નામહવે 'પ્રયાગરાજ': શહેરનું નામ બદલવાને યોગી કેબિનેટ આપી મંજુરીઃ ૪૪૪ વર્ષ બાદ નામમાં પરિવર્તન access_time 3:36 pm IST

  • નીતિશનો મોટો નિર્ણયઃ પ્રશાંત કિશોરને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા access_time 3:36 pm IST

  • કચ્છ : સ્વાઇફ્લૂના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા: કચ્છમાં ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના ૧૮ કેસ પોઝીટીવ નોંધાયા :કુલ ચાર દર્દી હજુ સારવાર હેઠળ access_time 1:08 am IST