Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

બેન્‍કો દ્વારા અપાતા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા ઉપર ચાર્જ પણ વસુલાય છે

નવી દિલ્હીઃ બેન્ક પોતાના ખાતેદારોની સુવિધાઓ માટે અનેક નાની મોટી સેવાઓ પૂરી પાડે છે. જેમાં એટીએમ સેવા સૌથી લોકપ્રિય છે. કારણ કે પૈસા ચૂકવવા કે પૈસા ઉપાડવા માટે બેન્ક સુધી ધક્કો ખાવામાંથી મુક્તિ મળે છે. ઉપરાંત સેવા 24×7 છે. માટે બેન્કમાંથી આપેલું એટીમ કે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. સેવાઓ મફતમાં મળતી નથી. તેના પર બેન્ક કેટલાક ચાર્જ વસુલ કરે છે.

ડેબિટ કાર્ડ ઈશ્યુ ચાર્જ

બેન્ક અને સેવિંગ એકાઉન્ટના આધારે બેન્ક વન ટાઈમ ડેબિટ કાર્ડ ઈશ્યુ ચાર્જ અથવા એન્યુઅલ ચાર્જ વસુલ કરે છે. મોટા ભાગની સરકારી બેન્ક મફતમાં કાર્ડ આપે છે જ્યારે ખાનગી બેન્ક ખાતેદારોને વધુ લાભ આપીને વન ટાઈમ ચાર્જ વસુલ કરે છે. જેનાથી કોઈ મોટી રકમ ઉપાડવી શક્ય બને છે. ઉપરાંત મહિનામાં વધુને વધુ વખત તેનો ઉપયોગ પણ કરી શકાય છે. પૈસા ઉપાડી શકાય છે.

એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ

મોટા ભાગની બેન્ક ડેબિટ કાર્ડના બદલે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ વસુલ કરે છે. મોટા ભાગની પ્રાયવેટ બેન્ક અને પીએસયુ બેન્ક બેઝિક કે ક્લાસિક કાર્ડ માટે દર વર્ષે 100 થી 150 રૂનો ચાર્જ વસુલ કરે છે. જ્યારે પ્લેટિમ કાર્ડ માટે ચાર્જિસ સામાન્ય રીતે 500થી 700 રૂપિયાની આસપાસ વસુલવામાં આવે છે. ચાર્જ જુદી જુદી બેન્ક દ્વારા અલગથી વસુલ કરવામાં આવે છે.

એટીએમ ટ્રાંઝેક્શન ચાર્જ

એકાઉન્ટ કે ડેબિટ કાર્ડના આધાર પર બેન્ક દર મહિને દર મહિને નિશ્ચિત એટિએમ ટ્રાંઝેક્શન નક્કી કરે છે. જ્યારે દેશની સરકારી બેન્ક દર મહિને ફ્રી લિમિટથી બહાર કોઈ પણ પ્રકારના વ્યવહાર પર 5 થી 20 રૂપિયાનો ચાર્જ વસુલ કરે છે. સાથી જીએસટી પણ લાગે છે. ચાર્જ બેન્કના નિયમ, ભૌગોલિક સ્થિતિ અને બેન્ક એકાઉન્ટમાં રહેલી બેલેન્સ પર આધારિત છે. એટીએમ ચાર્જિસ અંગે દરેક ખાતેદારોએ બેન્કમાં પૂછપરછ કરવી જોઈએ. જેથી વધારાનો ચાર્જ ભરવો પડે.

રિપ્લેસમેન્ટ અને રીઈશ્યુ ચાર્જ

કોઈ કારણોસર ડેબિટકાર્ડ રિપ્લેસ કરાવવાની જરૂર પડે તો બેન્ક માટે કાર્ડ રિપ્લેસમેન્ટ ચાર્જ પણ વસુલ કરે છે અથવા રીઈશ્યુ ચાર્જ પણ વસુલ કરે છે. પણ જો કાર્ડ તેમાં આપેલા વર્ષની સમય મર્યાદામાં એક્સપાયર થઈ જાય તો બેન્ક ફ્રીમાં રીપ્લેસ કરી આપે છે. સાથે કાર્ડની એક્સપાયરી પણ યાદ રાખવી જોઈએ.

પિન કોડ રિનજનરેશન

કોઈ કારણોસર કાર્ડના પિન નંબર રિજનરેટ કરાવવાની જરૂર પડે તો માટે બેન્ક ચાર્જ વસુલ કરે છે, મોટા ભાગની બેન્ક નેટ બેંકિંગ અથવા મોબાઈલ બેન્કિગના માધ્યમથી પીન જનરેટ કરતા મોટા ભાગની બેન્ક કોઈ ચાર્જ વસુલતી નથી. પરંતુ, અન્ય બેન્કના એટીમમાંથી કે પોતાની બેન્કના એટીએમમાંથી પિન જનરેટ કરતા ચાર્જિસ લાગે છે.

(6:00 pm IST)