Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મેનેજરે લોન પાસ કરવા માટે કરી શારીરિક સંબંધની માંગ :મહિલાએ જાહેરમાં લમધાર્યો

બે લાખની લોન પાસ કરવાના બદલામાં શારીરિક સંબંધની માંગ ;કર્ણાટકનો કિસ્સો

બેંગલુરુઃ બેન્ક મેનેજરની જાહેરમાં ધોલાઇનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં એક મહિલાએ જાતિય સત્તામણીનો આક્ષેપ લગાવીને એક બેંક મેનેજરને જાહેરમાં દંડા અને ચંપલ વડે ફટકાર્યો હતો. આ વીડિયો કર્ણાટકાના દવાનગીરી જિલ્લાનો હોવાનું કહેવાઈ રહ્યું છે માર ખાનાર વ્યક્તિની ઓળખ દેવૈયા તરીકે કરવામાં આવી છે. દેવૈયા દેવાનગીરી ખાતે આવેલી ડીએચએફએલ લોન એજન્સીમાં મેનેજર તરીકે કામ કરે છે.
   મહિલાના આક્ષેપ પ્રમાણે દવૈયાએ લોન પાસ કરવાના બદલામાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. મહિલાએ બેંકમાં બે લાખની લોન માટે અરજી કરી હતી. મેનેજરની આવી વાત બાદ મહિલાએ જાહેરમાં જ દંડાથી મેનેજરને ફટકાર્યો હતો. એટલું જ નહીં મહિલાએ મેનેજરને લાતો, પંચ અને થપ્પડો પણ મારી હતી. આ દરમિયાન તેણે મેનેજરને ફેંટ પકડીને ફટકાર્યો હતો.
   મહિલા જ્યારે મેનેજરની ધોલાઇ કરી રહી હતી ત્યારે આસપાસના લોકોએ આ અંગેની વીડિયો ઉતારી લીધો હતો. મહિલાના મેનેજર સામે જાતિય સત્તામણીના આક્ષેપ બાદ પણ હાજર લોકો પ્રેક્ષક બનીને જ ઉભા રહ્યા હતા. આથી મહિલાએ એકલા હાથે જ લડી લેવાનું મન બનાવી મેનેજરની ધોલાઇ કરી હતી.

(4:34 pm IST)
  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • રાજ્યભરમાં સ્ટેટ GST વિભાગના દરોડા: અમદાવાદ, સુરત,વડોદરા,રાજકોટ,વલસાડ,મોરબી, દાહોદમાં પેટ્રોલ પંપ પર તપાસ: પંપના માલિકો વેરો ન ભરી ટેક્સ ચોરી કરતા હતા access_time 1:13 am IST

  • સુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST