Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જસ્ટિશ કાત્જૂનો કટાક્ષઃ યોગી સરકારને મોકલી ૧૮ શહેરોની યાદી

ફૈઝાબાદનું નામ નરેન્દ્રમોદીપુર, ફતેહપુરનું નામ બદલી અમિતશાહ નગર અને મોરાદાબાદનું નામ 'મનકી બાત નગર' રાખો

નવી દિલ્હી, તા.૧૬: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું છે. આ પહેલા મુગલસરાય જંકશનનું નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું હતું. નામ બદલવાની કવાયત વચ્ચે જસ્ટિસ માર્કડેય કાત્જૂએ સીએમ યોગીને એક લિસ્ટ મોકલ્યું હતું, જેમાં ૧૮ શહેરોના નવા નામનો આઇડીયા આપવામાં આવ્યો છે. જસ્ટિસ કાત્જૂએ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે આ તમામ શહેરોનું નામ મુઘલ કાળના છે, જેમના નામ બદલવા જોઇએ.

કાત્જૂની લિસ્ટમાં અલીગઢનું નવું નામ અશ્વથામા નગર, આગરાનું અગસ્ત્ય નગર, ગાજીપુરનું ગણેશપુર, શાહજહાંપુરનું સુગ્રીવપુર કરવાની વાત કરી છે. આ લિસ્ટમાં ફૈઝાબાદનું નામ નરેન્દ્રમોદીપુર, ફતેહપુરનું નામ બદલી અમિતશાહ નગર અને મોરાદાબાદનું નામ બદલીને મનકીબાત નગર કરવાની વાત કરવામાં આવી હતી.

(3:40 pm IST)