Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કેજરીવાલ સરકાર પ્રદુષણ રોકવામાં નિષ્ફળઃ NGTએ ફટકાર્યો પ૦ કરોડનો દંડ

નવી દિલ્હી : દિલ્હીમાં પ્રદુષણને કારણે હવાની ગુણવતા અત્યંત ખરાબ થઇ ગઇ છે જે જોતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હીની કેજરીવાલ સરકાર પર પ૦ કરોડનો દંડ ફટકાર્યો છે.: દિલ્હીની આપ સરકાર ઉપર આ દંડ દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો ઉપર નિયંત્રણ લગાવવામાં નિષ્ફળ રહેવા બદલ ફટકારાયો છે.

(3:16 pm IST)
  • અંકલેશ્વરના સારંગપુર ગામના સરપંચ અને તલાટી 10 હજાર ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા :સરપંચ ગોપાલ વસાવા અને તલાટી દિનેશ પટેલ સારંગપુર ગામ પંચાયતમાં સ્ટ્રીટ લાઇનના બરોડાના સપ્લાયર પાસેથી બિલ પાસ કરવાના માગ્યા હતા10 હજાર:એસીબીએ છટકું ગોઠવી સરપંચ અને તલાટીને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી access_time 1:15 am IST

  • યુપીના ગાઝિયાબાદ રેલવે સ્ટેશન નજીક કાલકા એક્સપ્રેસ અને ઇએમયુ ટ્રેનની અડફેટે છ લોકો આવ્યા:બેના મોત, ચારને ઇજા access_time 2:48 pm IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST