Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

આને કહેવાય ગુજરાતી! અમેરિકાની પોલીસને કરાવ્યા 'ચાર ચાર બંગડી..' પર ગરબા, VIDEO વાયરલ

ન્યુયોર્ક, તા.૧૬: કહેવાય છે ને કે 'જયાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' આ કહેવતને સાચો ઠેરવતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં અમેરિકન પોલીસ ગુજરાતી ગ્રુપ જોડે અમેરિકાનાં કોઇ શહેરમાં ગરબા લેતા નજરે આવે છે. હાલમાં તે કહેવું મુશ્કેલ છે કે આ વીડિયો અમેરિકાનાં કયા વિસ્તારનો છે. પણ પોલીસનાં કપડાં પરથી ચોક્કસ કહી શકાય છે કે આ વીડિયો અમેરિકાનો છે.

ત્યારે એક નહીં બે અમેરિકન પોલીસ ગુજરાતી ગ્રુપ સાથે ગરબા લેતા નજર આવે છે. તેઓ પણ ગુજરાતી સુપર હિટ સોન્ગ ચાર ચાર બંગડી વાળી ગાડી...ને એન્જોય કરી રહ્યાં હોય તેમ આ વીડિયોમાં નજર આવી રહ્યું છે.

ગુજરાતીઓએ અમેરિકાની પોલીસને કિંજલ દવેનાં વર્લ્ડ ફેમસ સોન્ગ 'ચાર ચાર બંગળીવાળી ગાડી' પર ગરબા કરાવતા નજરે આવે છે.

(3:16 pm IST)
  • ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે: સવારની જગ્યાએ સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે : અછતગ્રસ્ત તાલુકાઓ અંગે નિર્ણય થવાની શક્યતા access_time 1:00 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હરિયાણા સરકારને આપ્યું આમંત્રણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં હરિયાણા સરકારને આમંત્રણ પાઠવ્યું access_time 1:15 am IST