Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

હોટલના લેડીઝ ટોઇલેટમાં ઘૂસ્યો BSP નેતાનો પુત્ર : વિરોધ કરતા બતાવી ગન

વાયરલ વીડિયો પ્રમાણે આ વખતે યુવકની કારમાં ત્રણ યુવતીઓ પણ બેઠી હતી : આ ત્રણેય યુવકને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી

નવી દિલ્હી તા. ૧૬ : દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં ગન બતાવવાના કેસમાં દિલ્હી પોલીસે આર્મ્સ એકટ અતંર્ગત કેસ દાખલ કર્યો છે. આરોપી આશીષ પાંડેય ઉત્ત્।ર પ્રદેશના નેતા અને પૂર્વ સાંસદ રાકેશ પાંડેયનો પુત્ર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આશીષ પર આરોપ લાગ્યો છે કે તે દારૂના નશામાં ફાઇવ સ્ટાર હોટલના લેડિઝ ટોઇલેટમાં ઘૂસી ગયો હતો. મહિલાએ જયારે તેનો વિરોધ કર્યો ત્યારે તેણે તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસ આશીષની ધરપકડ કરવા માટે લખનઉ જવા રવાના થઈ ગઈ છે.

નોંધનીય છે કે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક એક મહિલાને રિવોલ્વર બતાવીને ધમકાવી રહ્યો છે. વીડિયોમાં હોટલનાકર્મીઓ મૂક પ્રેક્ષક બનીને ઉભા રહેલા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન અમુક લોકો દોડી આવે છે અને બાદમાં તે યુવક પોતાના કારમાં બેસી ગયો હતો. જોકે, કારમાં બેસવા છતાં તેનો ગુસ્સો શાંત થયો ન હતો અને તેણે યુગલને ગંદી ગાળો આપી હતી અને બંનેને બીજા દિવસે જોઈ લેવાની ધમકી આપી હતી.

વાયરલ વીડિયો પ્રમાણે આ વખતે યુવકની કારમાં ત્રણ યુવતીઓ પણ બેઠી હતી. આ ત્રણેય યુવકને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, થોડા સમય પછી આ વ્યકિત પોતાની કારમાં સવાર થઈને હોટલમાંથી બહાર નીકળી ગયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી હોટલના સ્ટાફ કે નબિરાના ગુસ્સાનો શિકાર બનેલા યુગલ તરફથી કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.

(3:19 pm IST)