Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

#MeToo: મોડલ પર દુષ્કર્મના આરોપી ફિલ્મ નિર્માતા હૈદર કાઝમી જેલ હવાલે

કેફી પીણું પિવડાવી બેહોશ કરી સેક્સ માણ્યુ હોવાનો આક્ષેપ

મુંબઈ :મિટૂ કેમ્પેઈન અંતર્ગત એક પછી એક જાતિય સતામણીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ કેસમાં પહેલી ધરપકડ કરવામાં આવી છે.

 એક ભોજપુરી મોડલે કરેલી દુષ્કર્મની ફરિયાદના આધારે હિન્દી ફિલ્મ નિર્માતા હૈદર કાઝમીની ધરપકડ કરવામાં આવી છે. મોડલે કાઝમી પર આક્ષેપ કર્યો હતો કે, તેણે કેફી પીણું પિવડાવી બેહોશ કરી સેક્સ માણ્યુ હતુ.

(12:15 pm IST)