Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

માઇક્રોસોફટના કો-ફાઉન્ડર પોલ એલનનું ૬૫ વર્ષની ઉંમરે કેન્સરથી નિધન

વોશિંગ્ટન તા. ૧૬ : માઇક્રોસોફટના કો-ફાઉન્ડર પોલ એલનનું ૬૫ વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. તે કેન્સરથી પીડિત હતાં. વોલ્કન ઇંકે ન્યૂઝ પેપર દ્વારા જાહેરાત કરવામાં આવી કે એલનનાં પરિવાર તરફથી આ માહિતી આપવામાં આવી છે. વોલ્કન ઇંક મુજબ એલનનું નિધન સોમવારે બપોરે થઇ ગયુ હતું. તેમની મોટી બહેને કહ્યું કે, 'તેઓ દરેક સ્તર પર અનોખા હતાં.'

એક નિવેદનમાં તેમણે કહ્યું કે, 'ઘણાં લોકો એલનને ટેકનોલોજિસ્ટ અને પરોપકારીનાં રૂપમાં ઓળખતા હતાં. પણ અમારા માટે તે અમારો પ્રેમાળ ભાઇ અને એક અસાધારણ મિત્ર હતો.' બહેન જોડીએ કહ્યું કે, તમામ કાર્યક્રમોની વચ્ચે તેની પાસે હમેશા પરિવાર અને મિત્રો માટે સમય રહેતો હતો.

વોલ્કન ઇંકનાં CEO બિલ હિફે કહ્યું કે, અમારામાંથી જેમણે પણ એલન સાથે કામ કર્યુ છે તે તમામને ખુબજ મોટો ઝાટકો લાગ્યો છે. હિફે નિવેદનમાં ઉમેર્યુ કે, 'તેમણે દુનિયાની સૌથી અઘરી સમસ્યાઓમાંથી કેટલીકનું સમાધાન લાવવાનું ઝનૂન મેળવ્યું હતું.'

આ મહિનાની શરૂઆતમાં જ એલને જણાવ્યું હતું કે, તેમણે નોન હોજકિન્સ લિમ્ફોમાનું ઇલાજ શરૂ કરાવ્યું હતું. આ પ્રકારનું કેન્સર એલનને નવ વર્ષ પહેલાં પણ થયુ હતું તે સમયે એલનની તબિયત સુધરી ગઇ હતી.(૨૧.૬)

(10:10 am IST)