Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મોદી સરકાર વેચી રહી છે 'સસ્તુ સોનુ', ખરીદવા માટે છે માત્ર થોડા દિવસ

ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઇઝ સોનાની હાલની બજાર કિંમત કરતા ૩ ટકા ઓછી છે : ઓનલાઇન પેમેન્ટ પર ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

નવી દિલ્હી તા. ૧૬ : તમે તહેવારની સિઝન દરમિયાન સોનું ખરીદવા ઈચ્છો છો, તો સીધા જ સરકાર પાસેથી ખરીદી શકો છો. ફેસ્ટિવ સિઝનમાં સોના પ્રત્યે વધી રહેલા લોકોના રસને જોતા કેન્દ્ર સરકારે સોમવારથી (૧૫ ઓકટોબર) ગોલ્ડ બોન્ડ યોજનાની શરૂઆત કરી દીધી છે. સરકારની ૨૦૧૮-૧૯ માટે સ્વર્ણ બોન્ડ યોજના ફેબ્રુઆરી સુધી ૫ હપ્તામાં ચલાવવામાં આવશે.

આ યોજના ૧૫મીથી ૧૯મી ઓકટોબર સુધી ખુલી છે અને બોન્ડનું સર્ટિફિકેટ ૨૩ ઓકટોબરે આપવામાં આવશે. ઉલ્લેખનીય વાત એ છે કે ગોલ્ડ બોન્ડનો ઈશ્યૂ પ્રાઈઝ સોનાની હાલની બજાર કિંમત કરતા ૩ ટકા ઓછી છે, કારણ કે ઓનલાઈન પેમેન્ટ પર ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું નક્કી કાર્યક્રમ અંતર્ગત ગોલ્ડ બોન્ડ યોજના ઓકટોબર ૨૦૧૮થી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી દર મહિને જારી કરવામાં આવશે.

બોન્ડનું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ તથા માન્યતા પ્રાપ્ત શેર બજારોમાં નેશનલ સ્ટોક એકસચેન્જ અને બીએસઈ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આગામી ચરણ ૫મી નવેમ્બરે ખુલશે અને ૯મી નવેમ્બરે બંધ થશે. આ બાદ તે ૨૪મી ડિસેમ્બરે આવશે અને ૨૮ ડિસેમ્બરે બંધ કરવામાં આવશે. ચોથું અને પાંચમું ચરણ ક્રમશઃ ૧૪થી ૧૮ જાન્યુઆરી અને ૪દ્મક ૮ ફેબ્રુઆરીએ ખુલશે.

ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારી ગોલ્ડ બોન્ડ યોજનાનું પહેલું ચરણ ૧૬ એપ્રિલે ખુલ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ યોજનાની શરૂઆત નવેમ્બર ૨૦૧૫માં થઈ હતી. તેનો હેતૂ ભૌતિક રીતે સોનાની માગમાં ઘટાડો લાવવો તથા સોનું ખરીદવામાં ઉપયોગી ઘરેલૂ બચતનો ઉપયોગ નાણાંકીય બચતમાં કરવાનો છે.

ઓનલાઈન અને ડિજિટલ પેમેન્ટ કરનારા રોકાણકારોને ગોલ્ડ બોન્ડ પર ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પ્રત્યેક વ્યકિત ૫૦૦ ગ્રામ અને હિન્દુ સંયુકત પરિવાર વાર્ષિક વધુમાં વધુ ૪ કિલો સાનાની કિંમતના બોન્ડ ખરીદી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ માટે પરચેજ પ્રાઈજ ૩,૧૪૬ રૂપિયા પ્રતિ ગ્રામ છે.

બોન્ડ પર વાર્ષિક ઓછામાં ઓછું ૨.૫ ટકા રિટર્ન મળશે. ગોલ્ડ બોન્ડમાં કોઈપણ રીતે ફ્રોડ કે અશુદ્ઘતાની સંભાવના નથી રહેતી. આ બોન્ડ્સ ૮ વર્ષ બાદ મેચ્યોર થશે. મતલબ કે ૮ વર્ષ બાદ તેને વેચીને પૈસા કાઢી શકાય છે.

બોન્ડ ખરીદવા માટે રોકાણકાર ડિમાન્ડ ડ્રાફટ, ચેક અથવા ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. આ ઉપરાંત કેશ પેમેન્ટની પણ સુવિધા મળશે પરંતુ આ સ્થિતિમાં વધુમાં વધુ ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બોન્ડ ખરીદી શકો છો.

આ સોવરેન ગોલ્ડ બોન્ડ સોનાની કિંમતો સાથે જોડાયેલા હોય છે. જેવી જ સોનાની કિંમતમાં વધારો થાય છે, તેમ તમારું રોકાણ ઉપર જાય છે. ગોલ્ડ ઈટીએફના મુકાબલે આ માટે તમારે વાર્ષિક કોઈ ચાર્જ નથી આપવો પડતો. તમે આ બોન્ડના આધારે લોન પણ લઈ શકો છો. આ બોન્ડ પેપર અને ઈલેકટ્રોનિક ફોર્મેટમાં હોય છે. તેના કારણે તેમારે ફીઝીકલ ગોલ્ડની જેમ લોકરમાં રાખવાનો ખર્ચ નથી ઉઠાવવો પડતો.(૨૧.૫)

(10:05 am IST)
  • મુંબઇમાં સખ્ત ગરમી-ઉકળાટ : ૨૧-૨૨ ઓકટોબરે છુટાછવાયા ગાજવીજ વરસાદી ઝાપટા પડશેઃ હાલ તુર્ત સુકુ અને ગરમ વાતાવરણ ચાલુ રહેશે તેમ સ્કાયમેટ કહે છે. મુંબઇમાં સાંતાકુઝ ખાતે ગઇકાલે ૩૭.૫ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન નોંધાયું હતુઃ ભારે ગરમી-બફારા સાથે લોકો પરસેવે રેબઝેબ છેઃ છેલ્લા ૧૦ વર્ષોમાં બીજી વખત આવુ ઉંચુ ઉષ્ણાતામાન ઓકટોબરમાં જોવા મળ્યું છે. access_time 3:37 pm IST

  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા:શહેરમાં 2 અને જિલ્લાનો એક કેસ નોંધાયો:હાલ 19 દર્દી સારવાર હેઠળ access_time 1:09 am IST

  • અમદાવાદના એલિસબ્રિજમાં ફાયનાન્સ કંપનીમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર:રૂ 2.50 લાખની રોકડ અને વિદેશી ચલણી નોટોની ચોરી:અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સહિત 12 દેશોના વિદેશી ચલણી નોટોની ચોરી:ફરિયાદી ફોરેન કરન્સી એક્સચેન્જનો ધધો કરે છે.:ઓફિસ ના ડ્રોઅરમાં મુકેલી ચલણી નોટોની ચોરી થતા નોંધાઈ ફરિયાદ:પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી access_time 1:06 am IST