Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

પૈસા જમા થવાની સાથે-સાથે

હવે પોસ્ટ ઓફિસમાં LED બલ્બ અને પંખા મળશે અડધા ભાવે

નવી દિલ્હી તા. ૧૬ : હવે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા થવાની સાથે-સાથે અડધા ભાવે એલઇડી બલ્બ અને પંખા પણ ઉપલબ્ધ બનશે. એનર્જી એફિશિયન્સી સર્વિસ લિ. (ઇઇસીએલ) દ્વારા ઉજાલા યોજના માટે પોસ્ટ વિભાગ સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ હવે પોસ્ટ ઓફિસ દ્વારા વીજળીનો ઓછો વપરાશ કરતા એલઇડી બલ્બ અને પંખાનું વેચાણ કરવામાં આવશે.

એક નિવેદનમાં જણાવાયું છે કે ઇઇએસએલ દેશમાં ઇન્ડિયા પોસ્ટના નેટવર્ક દ્વારા એલઇડી બલ્બ અને ટ્યૂબલાઇટ તેમજ બીઇઇ-ફાઇવ સ્ટાર પંખાનું વિતરણ કરાશે. ઊર્જાનો ઓછો વપરાશ કરતા આ ઉપકરણોનું વિતરણ વિવિધ રાજયોમાં ચુનંદી પોસ્ટ ઓફિસના માધ્યમ દ્વારા તબક્કાવાર કરવામાં આવશે.

ઉજાલા યોજના હેઠળ બીઇ પાઇવ સ્ટાર પંખા રૂ. ૧૧૦૦માં અને નવ વોટનો એલઇડી બલ્બ રૂ. ૭૦માં અને ૨૦ વોટની એલઇડી ટ્યૂબલાઇટ રૂ. ૨૨૦માં વેચવામાં આવી રહી છે. વિતરણને સરળ બનાવવા માટે ઇઇએસએલ અને પોસ્ટ વિભાગે ૨૩ પોસ્ટલ સર્કલમાં વિભાજન કરવામાં આવ્યું છે.(૨૧.૪)

(10:04 am IST)