Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

યુ.એસ.ના હયુસ્‍ટનમાં ૨૦ ઓકટો.ના રોજ દશેરા તથા દિવાળી ઉત્‍સવ ઉજવાશેઃ શ્રી સીતારામ ફાઉન્‍ડેશનના ઉપક્રમે થનારી ઉજવણીમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, દશેરા પરેડ, ફટાકડાની આતશબાજી, સહિત વિવિધ પ્રોગ્રામ યોજાશે

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં આવેલા સુગરલેન્‍ડ મુકામે આગામી ૨૦ ઓકટો ૨૦૧૮ શનિવારના રોજ દશેરા તથા દિવાળી ઉત્‍સવ ઉજવાશે.

શ્રી સીતારામ ફાઉન્‍ડેશનના ઉપક્રમે થનારી સતત સાતમા વર્ષની ઉજવણીનો સમય બપોરે ૪ વાગ્‍યાથી રાત્રિના ૧૦ વાગ્‍યા સુધીનો રહેશે. આ પ્રસંગે ચિફ ગેસ્‍ટ તરીકે ટેકસાસ ગવર્નર ગ્રેગ એબોટ હાજરી આપશે. તથા પરેડ માર્શલ તરીકે કોંગ્રેસમેન પિટ ઓલ્‍સન ઉપસ્‍થિત રહેશે.

ઉજવણી અંતર્ગત મંચને રોશનીય સજાવાશે. તથા ફોક ડાન્‍સ, ઐતિહાસિક નાટકો બ્રિડલ ફયુઝન શો, વાનગી પ્રદર્શન તથા દશેરા પરેડ યોજાશે. જેમાં ભારતની સંસ્‍કૃતિનું નિદર્શન કરાવતા ૫૦ ફલોટસ જોડાશે. ઉપરાંત બાળકો માટે વેશભૂષા સ્‍પર્ધા, મૂન વોક, પેટ્રીંગ ઝુ, ફટાકડાની આતશબાજી, ફેસ પેઇન્‍ટીંગ સહિતના પ્રોગ્રામ યોજાશે. ઉજવણીનો આનંદ માણવા ૧૦ હજાર જેટલા લોકોનો સમાવેશ થઇ શકે તેવા સ્‍ટેડીયમની વ્‍યવસ્‍થા કરાઇ હોવાનું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

(10:12 pm IST)