Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

USના ઇલિનોઇસમાં AAA એન્‍ટરટેઇનમેન્‍ટના ઉપક્રમે બોલીવુડ દાંડીયા તથા ફેશન બજારનું આયોજન કરાયું: ડ્રમ અને ઢોલના નાદ તથા લાઇવ મ્‍યુઝીક સાથેની ગરબાની રમઝટમાં હજારો લોકો જોડાયા

શિકાગોઃ યુ.એસ.માં બેન્‍સનવિલ્લે ઇલિનોઇસ મુકામે ૨૮ સપ્‍ટેં ૨૦૧૮ના રોજ AAA એન્‍ટરટેઇનમેન્‍ટના ઉપક્રમે બોલીવુડ દાંડીયા તથા ફેશન બજારનું આયોજન કરાયું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા.

ડ્રમ અને ઢોલના તાલબધ્‍ધ નાદ તથા લાઇવ મ્‍યુઝીક સાથે ગરબા તથા દાંડીયા રાસની રમઝટ બોલી હતી. જેમાં સ્‍ત્રીઓ તથા પુરૂષો સહિત તમામ ઉંમરના લોકો જોડાયા હતા. જેઓ વિવિધ વસ્‍ત્ર પરિધાન સાથે હાજર રહ્યા હતા. શિકાગોની ધરતી ઉપરનો આ પ્રોગ્રામ ભારતીય સંસ્‍કૃતિની ઝલક સમાન હતો. જે મધ્‍યરાત્રિ સુધી ચાલ્‍યો હતો.

AAA એન્‍ટરટેઇનમેન્‍ટના બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ, એકઝીકયુટીવ કમિટી મેમ્‍બર્સ, તથા વોલન્‍ટીઅર્સ ભાઇ બહેનોએ પ્રોગ્રામને સફળતા પૂર્વક સંપન્‍ન કરાવવા જહેમત ઉઠાવી હતી.

ઉપરાંત ફેશન બજારના આયોજનમાં જવેલરી, બેંકીંગ પ્રોડકટસ, બુકસ સહિતના નિદર્શન કરાવાયા હતા. તેવું શ્રી સુરેશ બોડીવાલા તથા સુશ્રી ઉષા બોડીવાલા દ્વારા જાણવા મળે છે.

(10:08 pm IST)