Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હવે ઘર બનાવવાનું પણ બનશે મોંઘુ :સિમેન્ટની બોરીના ભાવ 10 ટકા વધશે

ઇંધણ અને પરિવહન પડતરને પહોંચી વાળવા સિમેન્ટ કંપનીઓ ભાવમાં કરશે વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અને પરિવહનને લગતી પડતરમાં થઈ રહેલી સતત વૃદ્ધીની અસર જલ્દી જ સિમેન્ટની કિંમતો પર પણ પડી શકે છે. જે બાદ હવે લોકોને ઘર બનાવવાનું મોંઘું પડી શકે છે.

 સિમેન્ટ વિનિર્માતા સંઘ (સીઅમએ)ના વરિષ્ઠ અધિકારી શૈલેન્દ્ર ચૌક્સીએ કહ્યું કે પરિવહન પડતરની અસરને ઓછી કરવા માટે આવનારા દિવસોમાં સિમેન્ટના ભાવ 10 ટકા સુધી વધી શકે છે. સીએમએએ આ સંબંધમાં જાણકારી આપતા કહ્યું કે, વર્ષ 2018-19ના પહેલા છમાસીક સિમેન્ટ ઉદ્યોગમાં 14 ટકાની વૃદ્ધી થઈ છે. ચૌક્સીએ કહ્યું કે સેમેન્ટની કિંમતને ઠીક કરવાની ઘણી જરૂરત છે.

  સિમેન્ટની વધતી માંગ છતાં કિંમત ઘણી ઓછા સ્તરની માગ છતાં કિંમત ઓછા સ્તરની બની રહી છે. સિમેન્ટની કિંમતોમાં કેટલો વધારો કરાય તે સવાલ પર ચૌક્સીએ કહ્યું કે, ઈંધણની પડતર અને પરિવહન પડતરમાં વૃદ્ધીનો પ્રભાવ ઓછો કરવા માટે સિમેન્ટની પ્રતિ બોરી પર ઓછામાં ઓછા 20-30 રૂપિયા એટલે કે 8થી 10 ટકા સુધી વધારો થઈ શકે છે.

(5:57 pm IST)