Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

શું છે સમગ્ર મામલો ?

સહમતિથી સેકસ બાદ પુરૂષ પર લાગ્યો રેપનો આરોપ : ૩૦ વર્ષે થયો છૂટકારો

મુંબઈ તા. ૧૫ : એક રેપ કેસ સોલ્વ કરવામાં કોર્ને ૩૦ વર્ષ લાગી ગયા અને હવે સેશન્સ કોર્ટે ૪૬ વર્ષના આરોપીને બધા જ આરોપોમાંથી મુકત કરી દીધો છે. કોર્ટે તારણ કાઢ્યું છે કે રેપ કરનાર વ્યકિત તે સમયે ૧૬ વર્ષનો હતો અને તેણે એ સમયે ૧૭ વર્ષની યુવતી સાથે સંમતિથી સંબંધો બાંધ્યા હતા. કોર્ટે જણાવ્યું કે આ મામલો ૧૯૮૮નો છે. ત્ભ્ઘ્ની કલમ ૩૭૬ને ધ્યાનમાં રાખતા એ સમયે ૧૬ વર્ષ મોટી યુવતી સાથએ સહમતિથી સંબંધ રેપની શ્રેણીમાં આવતો નહતો. કોર્ટે જણાવ્યું કે કલ્પનાના આધારે એ કહી શકાય કે ત્યારે ૧૬ વર્ષનો આરોપી ૧૭ વર્ષની છોકરીને ફોસલાવીને લઈ ગયો હશે અને રેપ કર્યો હશે. પરંતુ હવે આરોપીની ઉંમરને ધ્યાનમાં રાખતા જુવેનાઈલ બોર્ડ સમક્ષ કેસ રજૂ કરવાનો કોઈ અર્થ નથી. સેશન્સ કોર્ટે આરોપીને બધા જ આરોપમાંથી મુકત કરવાની પીટિશન સ્વીકારીને આ ચુકાદો આપ્યો હતો.

આરોપી ઘટના બાદ ગુજરાત જતો રહ્યો હતો અને પછી કાર્યવાહી માટે પાછો મુંબઈ આવ્યો હતો. તેના પર યુવતીને સેકસ કે લગ્ન માટે મજબૂર કરવાના ઈરાદાથી અપહરણ કરવાની કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદ ૧૯૮૮માં યુવતીના પિતાને તેમના સંબંધો વિષે ખબર પડી ત્યાર બાદ નોંધાવામાં આવી હતી. યુવતીના માતા-પિતા કામના સિલસિલામાં ઘણીવાર બહાર જતા હતા. આરોપ છે કે ૨૩ જાન્યુઆરી ૧૯૮૮માં તે પાછા ઘરે આવ્યા ત્યારે પરિવારનું કોઈપણ સભ્ય ઘરે હાજર નહતુ. આથી તેમણે પોતાની દીકરીને શોધવાની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેમને આરોપી વિષે ખબર પડી જે તેમનો પડોશી હતો અને ફોસલાવીને તેમની દીકરીને લઈ ગયો હતો.

યુવતીના પિતાએ આરોપી વિરૂદ્ઘ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. ૩૦ જાન્યુઆરી ૧૯૮૮માં પોલીસને સૂચના આપી હતી. તે દીકરીને શોધતા શોધતા અંધેરી વાળા ઘરે પહોંચ્યા હતા જયાં તેમને યુવતી મળી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે ૨૩ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ સાંજે ૭ વાગે આરોપી સાથે ગઈ હતી. આરોપીએ તેની સાથે પ્રેમથી વાત કરી હતી અને પોતાના ઘરે ગુજરાત લઈ ગયો હતો. યુવતીએ જણાવ્યું કે તેણે સહમતિથી સંબંધ બાંધ્યા હતા.

(4:41 pm IST)