Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

શું કાલથી ડેબિટ - ક્રેડિટ કાર્ડ બંધ થઇ જશે ! જબરો સસ્પેન્સ

આજે મધરાતથી બેંકના માસ્ટર કાર્ડ - અમેરિકન એકસપ્રેસ, વીઝા કાર્ડ ઓપરેટીંગ કરતા બંધ થવાના એંધાણ : ડેટા સ્ટોરેજના મામલે રિઝર્વ બેંક - કંપનીઓ આમને સામને : રિઝર્વ બેંકે ૬ માસની મુદ્દત આપી હતી કે તેઓ ડેટા સ્ટોરેજ સર્વર લગાવી દિશા-નિર્દેશોનું પાલન કરે : મુદ્દત આજે પુરી થાય છે : બેંક મુદ્દત વધારો કરવાના મૂડમાં નથી

નવીદિલ્હી, તા.૧૫:શું તમારી પાસે પણ બેન્કનું માસ્ટર કાર્ડ, અમેરિકન એકસપ્રેસ, વીઝા કાર છે, તો થોડુ એક મિનિટ રોકાઇ જાઓ. આજે એટલે કે ૧૫ ઓકટોબર ૨૦૧૮થી બધા કાર્ડ બંધ થઇ જશે. આ કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટે ભારતમાં સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી ચુકવણી પર અસર પડશે. આવું આ કંપનીઓ તરફથી આરબીઆઇની લોકલ ડાટા સ્ટોરેજની નીતીને સ્વિકારવાની ના પાડવાના કારણે થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ(RBI) આ કંપનીઓને ૬ મહિનાનો સમય આપ્યો હતો, કેમકે તેઓ ભારતમાં જ ડાટા સ્ટોરેજનું સર્વર લગાવવામાં આવે તેમજ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વીઝા, માસ્ટર કાર્ડ જેવી પેમેન્ટ કંપનીઓને ભારતમાં લોકલ ડાટા સ્ટોરેજના મુદ્દા પર હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી. આ કંપનીઓએ કહ્યું હતું કે લોકલ  ડાટા સ્ટોરેજથી તેમનનો ખર્ચ ઘણો વિધી જશે અને તેઓ સરળતાથી આ પ્રક્રિયાનું પાલન કરી શકશે નહીં.

આરબીઆઇના નવા દિશા-નિર્દેશ અંતર્ગત દરેક પેમેન્ટ કંપનીનું પેમેન્ટ સિસ્ટમથી જોડાયેલા ડાટાને લોકલ સ્ટોરેજ કરવું અનિવાર્ય છે, જો ૧૬ ઓકટોબરથી પ્રભાવી થઇ રહ્યું છે. ભારતમાં એવી ૭૮ પેમેન્ટ કંપનીઓ કામ કરી રહી છે, જેમાંથી ૬૨ કંપનીઓએ આરબીઆઇના દિશા-નિર્દેશને માન્ય રાખ્યું છે. જેમાં અમેઝોન, વ્હોટ્સએપ અને અલીબાબા જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ શામેલ છે.

જે ૧૬ કંપનીઓએ નવા નિયમને માન્ય રાખ્યો નથી, તેમનું કહેવું છે કે ભારતમાં ડાટા સ્ટોરેજ સિસ્ટમથી માત્ર ખર્ચમાં વધારો નહીં ડાટાની સુરક્ષાને લઇને પણ સવાલો ઉભા થઇ શકે છે. તેમણે આરબીઆઇને આ સમયસીમાને વધારવા માટે ની માંગ કરી હતી.

     માટી અને વિદેશી પેમેન્ટ કંપનીઓએ નાણા મંત્રાલયને આ મામલામાં હસ્તક્ષેપ કરવાનું પણ કહ્યું હતું. આરબીઆઇએ સ્પષ્ટ પણે કહ્યું કે પેમેન્ટ કંપનીઓએ નવા દિશા-નિર્દેશને માનવા જ પડશે. આઆ કંપનીઓએ પહેલા જ ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

આરબીઆઇના નિર્ણયથી આગામી ફેસ્ટીવ સીઝન ફીકો રહેવાની આશંકા છે. નોટબંધી બાદથી દેશમાં ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડનું ચલણ ખૂબ જ વધી ગયું છે. વધુ પડતા લોકો હવે કાર્ડ દ્વારા ખરીદી કરે છે. ભારતે પણ તેનું રૂપે ડેબિટ ક્રેડિટ કાર્ડ ચાલુ કરવાનું શરૂ કરી દીધું છે.

જો માસ્ટર કાર્ડ, અમેકસ અને વીઝાના ડેબિટ તેમજ ક્રેડીટ કાર્ડ બંધ થાય છે તો ફરી લોકોની પાસ રોકડ ઉપરાંત યુપીઆઇ, નેટબર્કિંગ અને મોબાઇલ વોલેટ જેવા જ વિકલ્પો ચુકવણી કરવા બચશે. આરબીઆઇનો આ નિર્ણય ૯૦ કરોડ લોકોને અસર કરશે.

(4:31 pm IST)