Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સરકારે બીનસરકારી પી.એફ., પેન્શન અને ગ્રેચ્યુટી પર વધાર્યા વ્યાજ દરો

નવી દિલ્હી, તા. ૧પ : સરકારે બિનસરકારી પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને ગ્રેચ્યુટીના વ્યાજ દરો વધાર્યા છે. નવા દરો ૧ ઓકટોબરથી અમલી બન્યા છે. ૧ ડીસેમ્બર -ર૦૧૮ના પુરા થતા ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરો ૭.૬ ટકાથી વધારીને ૮ ટકા કરાયા છે. નાણા મંત્રાલયે ૪ ઓકટોબરે આ ફેરફારની જાહેરાત કરી છે. ૩૧ માર્ચ ર૦૧૮ના રોજ પુરા થયેલ ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દર ૭.૬ ટકા હતો જયારે જુન અને સપ્ટેમ્બરમાં તે દર સરખોજ રખાયો હતો.

ઘણા બીનસરકારી ટ્રસ્ટો પોતે પ્રોવિડન્ટ ફંડનું સંચાલન કરે છે, આમ કરવા માટે સરકાર દ્વારા  અપાયેલ દિશા નિર્દેશો તેમણે પાળવા પડે છે. ઘણી વીમા કંપનીઓ પાસે પેન્શન પ્લાન અને ગ્રેચ્યુટી ફંડ હોય છે. કર્મચારીઓના લાભ માટે કંપનીઓ તેમાં રોકાણ કરી શકે છે. વ્યાજ દરમાં વધારાથી આવા ફંડોમાં વધારે રીટર્ન મળશે. તેનાથી આ ફંડોમાં રોકાણ કરનાર કર્મચારીઓને લાંબાગાળે આનો ફાયદો મળશે.

(3:28 pm IST)