Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પનામામાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવતી 27મા માળથી નીચે પટકાઇ

એશિયાના શહેર પનામામાં 27 વર્ષીય સેંડ્રા મેનુએલા ડા કોસ્ટા મેસીડો એક ઉંચી બિલ્ડીંગના 27મા માળની બાલ્કનીમાં સેલ્ફી લેતા દરમિયાન નીચે નમી અને બેલેન્સ જતા નીચે પડી હતી. જે બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આસપાસના લોકોએ કેમેરામાં આ ઘટના કેદ કરી લીધી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મહિલાની ઓળખાણ પોર્ટુગલની નિવાસી તરીકે કરાઈ છે.

(2:02 pm IST)