Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સોમવારે ખુલતા બજારે શરૂઆતી વધારા બાદ સેન્સેક્સ ગગડ્યો :રૂપિયો વધુ 29 પૈસા તૂટ્યો

  મુંબઈ :સોમવારે શરૂઆતથી જ રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. રૂપિયો ડોલર સામે 29 પૈસા ગગડીને 73.87 પર પહોંચી ગયો છે. એશિયાઈ બજારમાં આવેલી કમજોરીનો પ્રભાવ ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતી વધારા પછી હવે નીચે ગગડતો જોવા મળી રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 47 પોઇન્ટ ગગડીને 34,687 પર કારોબાર કરી રહ્યું છે. જયારે એક સમયે તે 200 કરતા પણ વધારે પોઇન્ટ પર ચાલી રહ્યું હતું.

   રૂપિયો શુક્રવારે 56 પૈસા મજબૂત થઈને 73.56 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જયારે આજે સોમવારે શરૂઆતી કારોબારમાં રૂપિયાને ફટકો પડ્યો છે અને રૂપિયો 29 પૈસા તૂટીને 73.87 પર બંધ થયો છે. શુક્રવારે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી જયારે વિશ્વના બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો.

(12:25 pm IST)