Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મુંબઈઃપ્લેનનો દરવાજો બંધ કરતી વખતે નીચે ખાબકી એર ઈન્ડિયાની એર હોસ્ટેસ

મુંબઈ :મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલથી દિલ્હી જતી એર ઈન્ડિયાના પ્લેન એઆઈ 864થી એક એર હોસ્ટેસ પ્લેનનો ગેટ બંધ કરતી વખતે નીચે પડી ગઈ હતી. દુર્ઘટના ટેકઓફથી થોડી મિનિટ પહેલા બની હતી.

  આ ઘટના બાદ એર હોસ્ટેસને નાણાવટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

(12:25 pm IST)