Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

૧૨૦૦ કાશ્મીરી વિદ્યાર્થીઓએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છોડવાની ધમકી આપી

મન્નાન વાનીની શોકસભાનો વિવાદ

લખનૌ, તા. ૧૫ :.  હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મન્નાન વાનીના એન્કાઉન્ટરમાં મૃત્યુ બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેની શોકસભા યોજવાના પ્રયાસના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. શોકસભા યોજનારા સ્ટુડન્ટસ સામે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. લગભગ ૧૨૦૦ જેટલા સ્ટુડન્ટસે એ કાર્યવાહી રદ્દ કરવામાં નહી આવે તો ૧૭ સપ્ટેમ્બરે સામુહિકરૂપે ડિગ્રી અને ડિપ્લોમાં યુનિવર્સિટી ઓફિસને સરેન્ડર કરીને ઘરે પાછા જતા રહેવાની ધમકી આપી છે. એ સ્ટુડન્ટસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વહીવટી તંત્ર પર કાશ્મીરી સ્ટુડન્ટસ તરફ ભેદભાવ રાખવાનો આરોપ મુકયો છે.

દરમ્યાન ઉત્તર પ્રદેશ પોલીસે મન્નાન વાનીની શોકસભા યોજવાના પ્રયાસમાં સામેલ સ્ટુડન્ટસની વિગતો માગતો પત્ર કાશ્મીર પોલીસે લખ્યો છે. પોલીસે એ ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. સ્ટુડન્ટસના વ્યકિતત્વ અને તેમની પ્રવૃતિની વિગતો માગતો પત્ર ગયા શનિવારે ઉત્તર પ્રદેશ પોલીસે કાશ્મીર પોલીસને મોકલ્યો હતો.

(11:55 am IST)