Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ભારતમાં પહેલી વાર થયું ગાયોનું મોતીબિંદુનું ઓપરેશન

જયપુર તા. ૧પઃ રાજસ્થાનના મંડોર ગામ પાસેની પન્નાલાલ ગૌશાળામાં ખાસ ઓપરેશન થિયેટર બનાવીને પાંચ ગાયોનું મોતબિંદુનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી ત્રણ ગાયોની સર્જરી સફળ થઇ છે અને હવે એ ચોખ્ખું જોઇ શકે છે. કહેવાય છે કે ભારતમાં આ પહેલી ગૌશાળા છે જયાં ગાયોના મોતિયાની સારવાર કરવામાં આવી છે. રાજસ્થાન પશુચિકિત્સા અને બિકાનેરની પશુવિજ્ઞાન યુનિવર્સિટીના આંખના નિષ્ણાતોની ટીમે આ ઓપરેશન કર્યું હતું. આ ટીમ શ્વાન, બિલાડી, સસલાં, બતક અને કેટલાંક પક્ષીઓમાં પણ મોતિયાનું ઓપરેશન કરી ચૂકી છે. જોકે ભારતમાં ગાયો પર મોતિયાનું ઓપરેશન પહેલી વાર થયું છે. આગામી મહિનાઓમાં લગભગ ૧૦૦ ગાય પર મોતીબિંદુની સર્જરી થશે. (૭.૧૯

(11:54 am IST)