Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

માર્ગ અકસ્માતમાં રોજ ૨૦ના મોત : દેશમાં ગુજરાત ચોથા ક્રમે

ગુજરાતમાં ખરાબ - ખાડાવાળા રસ્તાઓથી થતાં અકસ્માતમાં ૨૨૮ લોકોએ જીવ ગુમાવ્યો : ગુજરાતમાં દર ૧ લાખની વસ્તીએ ૩૦ અકસ્માતો થાય છે : ૬૯૭ પદયાત્રીઓના મોત થયા છે

અમદાવાદ તા. ૧૫ : ખરાબ અને ખાડાવાળ રસ્તાઓને કારણે થતા અકસ્માતથી મૃત્યું પામનારાઓમાં ગુજરાત ચોથા ક્રમે છે.રસ્તા અને વાહનવ્યવહાર મંત્રાલયે તૈયાર કરલા રોડ એકિસડન્ટની ઈન ઈન્ડિયા ૨૦૧૭ના રિપોર્ટમાં મંત્રાલયે નોંધ્યું છે કે ગુજરાતમાં ખરાબ-ખાડાવાળા રસ્તાઓથી થતા અકસ્માતમાં ૨૨૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં જ મંત્રાલયનો રિપોર્ટ જાહેર થયો હતો જેમાં ગુજરાતમાં થયેલા અકસ્માતનો ઉલ્લેખ કરવમાં આવ્યો હતો.

દેશના જુદા જુદા રાજયોમાં થતા ગમખ્વાર અકસ્માતની યાદીમાં ઉત્તર પ્રદેશ ૯૮૭ લોકોનાં મોત સાથે પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર્ ૭૨૬ મોત અને હરિયાણા ત્રીજા ક્રમે ૫૨૨ મોત રહ્યું છે. રસ્તા અને વાહનવ્યવહાર મંત્રાલયે તૈયાર કરલા અહેવાલ અનુસાર ગુજરાતમાં રાજય ધોરીમાર્ગ પર ૭૨૮૯ લોકોનાં મોત નીપજે છે અથવા દરરોજ ૨૦ લોકો જીવ ગુમાવે છે. કુલ ઈજાગ્રસ્તમાંથી ૫.૭% ભોગ બનનારા સગીર વયના હોય છે, જયારે ૨૪.૪% લોકોની ઉંમર ૨૫દ્મક નીચે હોય છે. ઈજા પામનારાઓમાં મોટા ભાગના ઈજાગ્રસ્ત એટલે કે ૮૪% લોકોમાં સૌથી વધારે પુરુષો હોય છે.

અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશમાં કુલ ૧૧૬૯૦ હિટ એન્ડ રનની ઘટના નોંધાયેલી છે ત્યાર બાદ બીજા ક્રમે ગુજરાત રાજય આવે છે. જયારે જીવલેણ હિટ એન્ડ રનના ૭૩૩૭ કેસમાંથી ૨૭૪૨ કેસ ગુજરાતમાં થયેલા છે. આમ હિટ એન્ડ રન અને જીવલેણ અકસ્માત મામલે પણ ગુજરાતનો ક્રમે ઉત્તર પ્રદેશ (૩૨૬૯) બાદ બીજા ક્રમે રહ્યો છે. જુદા જુદા શહેરમાં આવેલા રાજયના ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની આસપાસ આવેલી વસાહતમાં ૧૮% જીવલેણ અકસ્માત થયેલા છે.

શહેરના રોડ સેફટી નિષ્ણાંતે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં ૬૯૭ પદયાત્રીઓનાં મૃત્યું નોંધાયા હતા. જયારે આ વર્ષે ગુજરાતમાં અકસ્માતથી ૯૮૫ પદયાત્રીઓને નાની-મોટી ઈજા પહોંચી છે. દેશમાં સૌથી વધુ ટુ વ્હિલર્સ ગુજરાતમાં છે. તેથી ફોર વ્હિલ કરતા ટુ-વ્હિલથી થતા અકસ્મતામાં મૃત્યુંઆક વધુ રહેવાનો. ઓવર સ્પીડને કારણે અકસ્માતથી મૃત્યુ પામનારા લોકની સંખ્યા ૫૯૪૮ છે, જયારે રોંગ સાઈડમાં વાહન હંકારીને અકસ્માતે મોતની સંખ્યા ૩૭૭ છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગથી ૩૭, લાઈટિંગને કારણે ૨૧ અને નશાની હાલતમાં ડ્રાઈવ કરતા ૧૮ લોકોનાં મોત થયા છે.

ગુજરાતમાં દર એક લાખની વસતીએ ૩૦ અકસ્માત થાય છે. એવું આ રીપોર્ટમાં નોંધાયેલું છે. જયારે ગોવામાં ૧૯૩ અકસ્માત, કેરળમાં ૧૦૭ અને તામિળનાડુમાં ૯૪ અકસ્માત થયેલા છે. આ તુલનાએ ગુજરાત થોડું સેફ કહી શકાય છે. અકસ્માતે થતા મોતમાં છેલ્લા ત્રણ વર્ષની તુલના કરવામાં આવે તો મૃત્યુંઆંકમાં સરેરાશ ઘટાડો થયો છે. જે અગાઉ ૮૦૦૦ હતો તે ઘટને ૭૨૮૯ થયો છે. દર એક લાખની વસતીએ થતા અકસ્માત પર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

વાર્ષિક ૨૦,૫૦૦ લોકો અકસ્માતને કારણે ઈજા પામે છે. અહેવાલને આધારે વર્ષ ૨૦૧૭માં આ સંખ્યામાં ઘટાડો થયો છે. જે અગાઉ ૨૦,૫૦૦ હતી તે ઘટીને ૧૬,૮૦૨ થઈ છે. જે સરેરાશ ૧૬ ટકાનો ઘટાડો સૂચવે છે. ગુજરાતના નેશનલ હાઈવે પર કુલ ૨૧૪૫ અકસ્માત નોંધાયેલા છે, જયારે રાજયના ધોરીમાર્ગ પર ૨૩૭૬ અને બીજા નાના-મોટા રસ્તાઓ પર ૨૭૬૮ અકસ્માત નોંધાયેલા છે.

(11:53 am IST)