Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

MeTooમાં ફસાયા વિનોદ દુઆ : મહિલા પત્રકારે લખ્યું -સોરી મલ્લિકા, તારા પપ્પા પણ આવા જ છે

પત્રકાર નિષ્ઠા જૈને ફેસબુક દ્વારા વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો

મુંબઇ તા. ૧૫ : #MeToo કેમ્પેઈન સતત વધી રહ્યું છે. આ કેમ્પેઈન દ્વારા ઘણી મહિલાઓ વર્કિંગ પ્લેસમાં પોતાની સાથે થયેલા યૌન શોષણની ઘટનાઓને બહાર લાવી રહી છે. જેમાં ઘણા મોટા નામો બહાર આવ્યા છે. પત્રકાર નિષ્ઠા જૈને ફેસબુક દ્વારા વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. નિષ્ઠા જૈને ફેસબુક પર એક પોસ્ટ લખીને વિનોદ દુઆ સાથે બે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેનું શોષણ કરવામાં આવ્યું હતું.

પ્રથમ ઘટનાનો ઉલ્લેખ કરતા નિષ્ઠા જૈન લખે છે કે ૧૯૮૯માં તે ઇન્ટરવ્યુ માટે વિનોદ દુઆને મળી હતી. વિનોદ દુઆએ તેને જોતા જ સેકસુઅલ જોકસ કહ્યો હતો. તે લખે છે કે જોકસ યાદ નથી પણ તે હસવા લાયક બિલકુલ ન હતો. જયારે મેં સેલેરી તરીકે ૫૦૦૦ રૂપિયા માંગ્યા તો દુઆએ તેને કહ્યું હતું કે તારી ઓકાત શું છે? નિષ્ઠા જૈન કહે છે કે તે દિવસે તેનો જન્મ દિવસ હતો પણ આ અનુભવથી તેનો આખો દિવસ ખરાબ થયો હતો.

પોતાની પોસ્ટમાં બીજી ઘટનાનો ઉલ્લેખ કરતા નિષ્ઠા જૈન લખે છે કે મને બીજી ઓફિસમાં વીડિયો એડિટરની નોકરી મળી ગઈ. વિનોદ દુઆના મિત્ર ત્યાં કામ કરતા હતા. તેથી તેને મારા વિશે ખબર પડી ગઈ. એક રાત્રે જયારે હું ઓફિસની નિકળીને પાર્કિંગમાં આવી તો ત્યાં દુઆ હતા. તે મારી સાથે વાત કરવા માંગતા હતા અને તેમણે મને કારમાં બોલાવી હતી.મને લાગ્યું તે પોતાના વ્યવહાર માટે માફી માંગતા ઇચ્છતા હશે. હું કારમાં બેસી ગઈ. તેમણે મારી સાથે છેડતી કરવાની શરૂઆત કરી હતી. હું ત્યાંથી નિકળી અને ઓફિસની કારથી ઘરે ચાલી ગઈ હતી.

નિષ્ઠા કહે છે કે જો તેમણે મારી સાથે આમ કર્યું છે તો અન્ય સાથે પણ કર્યું હશે. અંતમાં નિષ્ઠા લખે છે કે સોરી મલ્લિકા, પણ તારા પપ્પા પણ આવા જ છે. વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ ટ્વિટર ઉપર ટ્વિટ કરીને નિષ્ઠા જૈનને જવાબ આપ્યો હતો. (૨૧.૫)

 

(9:57 am IST)