Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

૨૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા ૧૦ ટકાથી પણ ઓછી છે

૨૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોરોનાનો ખતરો ઓછોઃ પણ તેઓ અજાણતા જે કરી રહ્યા છે તે ચિંતાજનક : આ ઉંમરના ફકત ૦.૨ લોકોના મોત થયા છે બાળકો માટે આ વાયરસ જીવલેણ છે

ન્યુયોર્ક, તા.૧૬: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે આંકડામાં એવું સામે આવી રહ્યું છે કે ૨૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો પર કોરોનાનો ખતરો દ્યણો ઓછો છે. જેનું એક કારણ સારી ઈમ્યુનિટી છે. જો કે WHOએ એમ પણ કહ્યું છે કે કેટલાક દેશોમાં કોરોનાના પાછા ફરવાનું કારણ પણ આ ઉંમરના લોકો જવાબદાર છે કેમ કે આ તેને ફેલાવનારું માધ્યમ બની ગયા છે.

WHOના જણાવ્યાનુંસાર હવે કોરોનાના જેટલા કેસ સામે આવે છે. તેમાં ૨૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા ૧૦ ટકાથી પણ ઓછી છે. આ ઉંમરના ફકત ૦.૨ લોકોના મોત થયા છે.

WHOએ એમ પણ કહ્યું છે કે આ વિશે હજુ વધારે રિસર્ચની જરુર છે કેમ કે બાળકોને પણ આમાં સમાવવા જોઈએ. સંગઠનોએ કહ્યું કે અમે જાણીએ છીએ છીએ કે બાળકો માટે આ વાયરસ જીવલેણ છે અને તેમનામાં હળવા લક્ષણો દેખાય છે. પરંતુ, એ પણ સાચુ છે કે તેમનામાં મોતનો રેસિયો દ્યણો ઓછો છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં બાળકો મોટા પાયે અસરગ્રસ્ત થયા છે. યૂનિસેફના એકિઝકયૂટિવ ડાયરેકટર હેનરિટા ફોરેને કહ્યું કે ૧૯૨ દેશોમાં અડધાથી વદ્યારે બાળકો સ્કૂલે નથી જઈ શકતા. મહામારીએ આના પર ગંભીર અસર છોડી છે. લગભગ ૧૬ કરોડ બાળકો ઘરમાં છે. સારી વાત એ છે કે દુર અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો ટીવી, ઈન્ટરનેટ અથવા આવા જ બીજા કોઈ માધ્યમથી શિક્ષણ મેળવી શકયા છે.

WHOના ડાયરેકટર જનરલ ટ્રેડોસ ગેબ્રેસિએસે કહ્યું કે બાળકો પર મહામારીની સૌથી ખતરનાક અસર થાય છે. જોકે સ્કૂલોને અસ્થાયી રીતે એ જ વિસ્તારમાં બંધ કરવી જોઈએ જયાં સંક્રમણ વધારે છે. સ્કૂલો બંધ કરવી એ મહામારીને પહોંચી વળવાનો છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.

(3:36 pm IST)