Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અમેરિકાના કેલીફોર્નીયાના જંગલની આગ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બન્યો

ટ્રમ્પે આગ પાછળ વન વિભાગની કાર્યશૈલીને જવાબદારી ગણી : કમલા હૈરિસ અને હિલેરીએ ટ્રમ્પની મજાક કરી : બ્લુમબર્ગ બીડનને ૧૦૦ મીલીયન ડોલર દાન આપશે

વોશીંગ્ટન : ડેમોકેટીક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હૈરીસ અને પૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી કલીટને એક કાર્યક્રમમાં ૬૦ લાખ ડોલરનું ફંડ એકત્ર કરેલ. હિલેરીએ ટ્રમ્પનો મજાક ઉડાવતા જણાવેલ કે મે ટ્રમ્પને કયારેય હસતા નથી જોયા.

બીજી તરફ કેલીફોર્નીયાના આરેગન અને આસપાસના જંગલમાં લાગેલી આગ અમેરિકી ચૂટંણીમાં મુદ્દો બની રહી છે. બીડને પણ આ અંગેની જાહેરાત કરી દીધી છે. તેઓ આ અંગે એક ભાષણ તૈયાર કરી રહ્યા છે. જેમાં જણાવાયુ પરિવર્તનનો મુદ્દો સામેલ થઇ શકે છે. ફલોરીડામાં બીડનની મદદ કરવા બ્લુમબર્ગ ૧૦૦ મીલીયન ડોલરનું દાન આપશે.

ટ્રમ્પે જળવાયુ પરિવર્તન અંગે વૈજ્ઞાનિકોની ક્ષમતા ઉપર શંકા દર્શાવી છે. તેમણે કેલીફોર્નીયાના જંગલોમાં આગ માટે વન વિભાગના કર્મચારીઓની ખરાબ કાર્યશૈલીને જવાબદાર ઠેરવી છે. 

(2:43 pm IST)