Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

નેપાળમાં ભૂકંપનો તીવ્ર આંચકો

તીવ્રતા ૫.૩: બિહારમાં પણ અનુભવ

પટણા, તા.૧૬: બિહારમાં આજે સવારે નેપાળ  સરહદે આવેલા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. બિહારના સહરસા, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુરમાં ધરા ધ્રુજી. સવારે ૫:૦૪ વાગે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. કાઠમંડૂ પાસે ૧૦ કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું. જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ પોતાની એક ટ્વીટમાં કહ્યું કે પાલના સિંધુપલચૌક જિલ્લામાં આજે સવારે ૫:૧૯ વાગે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેપાળના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા.

સિંધુપલચોકના એસપી રાજન અધિકારીએ જણાવ્યું કે અમે પહેલેથી જિલ્લાના તમામ વોર્ડના સંપર્કમાં છીએ. કયાંય કોઈ નુકસાનના ખબર નથી. નોંધનીય છે કે નેપાળમાં ૨૦૧૫માં આવેલા ૭.૯ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ ૧૦ હજાર લોકોના મોત થયા હતાં અને હજારો લોકો ઘાયલ થયા હતાં. ભૂકંપનું કેન્દ્ર સિંધુપલચોક હતું. જયાં સૌથી વધુ નુકસાન થયું હતું.

(10:28 am IST)