Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આર્થિક અને સામાજીક રીતે પછાત સમુદાયો માટે અનામત જરુરી : અનામતના માપદંડથી તેનો વિકાસ નક્કી કરતો નથી : ગડકરી

સાચા વિકાસ માટે શિક્ષણ અને સામાજીક તેમજ આર્થિક વિકાસ પર ભાર મુક્યો

 

મુંબઈ : અનામતના મુદ્દે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહત્વનું નિવેદન કરતા જણાવ્યું કે આર્થિક અને સામાજીક રીતે પછાત સમુદાયો માટે અનામત જરુરી છે પરંતુ અનામતના માપદંડ તેમનો વિકાસ નક્કી કરતો નથી  કેન્દ્રીય મંત્રીએ પછાત સમુદાયના  સાચા વિકાસ માટે શિક્ષણ અને સામાજીક તેમજ આર્થિક વિકાસ પર ભાર મુક્યો હતો

  મહારાષ્ટ્રના માલી સમુદાય તરફથી આયોજીત કાર્યક્રમને સંબોધતા ભાજપના નેતાએ જણાવ્યું કે, જે સમુદાયથી વધારે નેતાઓ હોવાનો મતલબ નથી કે તે સમાજના લોકોનો વધારે વિકાસ થાય. સંબોધનમાં તેમણે એવા નેતાઓ પર પણ પ્રહાર કર્યા હતા જે કામના આધારે નિષ્ફળ જતા જાતિના આધારે ટિકિટ મેળવીને ચૂંટણી લડી સત્તામાં આવે છે.

  ગડકરીએ કોઇપણ સમુદાયમાં સુઘડ અને દૂરંદેશી નેતૃત્વને પ્રોત્સાહન કરવા પર જોર આપ્યું હતું જેથી તે સમુદાયના લોકો સફળતાની કેડી પર આગળ વધી શકે. અનામતને સમર્થન આપતા ગડકરીએ જણાવ્યું કે, અનામત આપવું જોઇએ, પરંતુ લોકોને જે શોષિત-પીડિત, દલિત સમાજના અને આર્થિક રીતે પછાત છે. તેમણે જણાવ્યું કે અનામતથી કોઇપણ સમુદાયનો સંપૂર્ણ વિકાસ થાય છે તે સત્ય નથી. જે સમાજને વધારે અનામત મળે તે વધારે વિકાસ કરે વાત પણ માન્ય યોગ્ય નથી.

(12:09 am IST)