Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૨૬૨ પોઇન્ટને ઘટીને બંધ

સેંસેક્સ કારોબારના અંતે ૩૭૧૨૩ની સપાટીએ : સાઉદી અરેબિયાની ક્રૂડ ફેસેલિટી ઉપર હુમલા બાદ તેલની કિંમતોમાં ૨૮ વર્ષની ઉંચી સપાટી : શેરબજારમાં નિરાશા

મુંબઈ,તા.૧૬ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. તેલ કિંમતોમાં ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૨૮ વર્ષની ઉંચી સપાટી જોવા મળી હતી. ચાવીરુપ તેલ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાની ક્રૂડ ઓઇલ ફેસેલિટી પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદ તેલ કિંમતોમાં રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કહેવું છે કે, હાલમાં તેમના શેરમાં સ્થિતિ સારી દેખાઈ રહી નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, એવિએશનના શેરમાં સાત ટકા સુધીનો ઘટાડો આજે નોંધાયો હતો. બીએસઈ સેંસેક્સમાં ૨૬૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૭૧૨૩ રહી હતી. એમએન્ડએમના શેરમાં ૨.૫૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઓએનજીસીના શેરમાં ૧.૫૦ ટકાનો સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. એચડીએફસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એસબીઆઈ અને એલએન્ડટીના શેરમાં મંદી રહી હતી જ્યારે ટીસીએસ, એચયુએલ અને ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩૮ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૩૬૨૮ નોંધાઈ હતી. એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૮૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૦૯૬ રહી હતી. એનએસઈમાં નિફ્ટીમાં ૭૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૦૦૪ રહી હતી.

                  નિફ્ટીના ૫૦ શેર પૈકી ૧૪ શેરમાં તેજી અને ૩૬ શેરમાં મંદી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. રિયાલીટી અને ફાઈનાન્સિયલ સર્વિસના કાઉન્ટરો ઉપર પણ મંદી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંકમાં ૩૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની શેરની સપાટી ૨૪૭૯ રહી હતી. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો એવરેડ્ડી ઇન્ડસ્ટ્રીના શેરમાં પાંચ વર્ષની નીચી સપાટી જોવા મળી હતી. કારણ કે, કંપનીએ જાહેરાત કરી છે કે, કોલકાતા હાઈકોર્ટ દ્વારા તેને ટ્રાન્સફરિંગથી રોકવામાં આવી છે. હાઈકોર્ટમાં ચુકાદો આવ્યા બાદ કંપનીના પ્લાન્ટને અસર થઇ શકે છે. દેવાની સ્થિતિને ટાળવા માટે તેના બેટરી કારોબારને વેચી દેવાની કંપનીની યોજનામાં વિલંબ થઇ શકે છે. અદાણી ગ્રીન એનર્જીમાં આજે બાવન સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં કારોબારના અંતે ૧૧ ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેની કિંમત ૫૫.૫૫ રહી હતી. ગ્રેફાઇટ ઇલેક્ટ્રાઇડ બનાવતી એચઇજી અને ગ્રેફાઇડ ઇન્ડિયાના શેરમાં ૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. ચાર દિવસના તેજીના કારોબાર ઉપર આજે બ્રેક મુકાઈ હતી.

તીવ્ર મંદીની સાથે સાથે

*   શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળતા નિરાશા

*   ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન તેલ કિંમતો ૨૮ વર્ષની ઉંચી સપાટી ઉપર પહોંચી

*   સેંસેક્સ ૨૬૨ પોઇન્ટ ઘટીને ૩૭૧૨૩ની સપાટીએ

*   એમએન્ડએમના શેરમાં સૌથી વધુ ૨.૫૦ ટકાનો ઘટાડો

*   ઓએનજીસીના શેરમાં સૌથી વધુ ૧.૫૦ ટકાનો ઉછાળો

*   એચડીએફસી, રિલાયન્સ, એસબીઆઈ અને એલએન્ડટીના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો

*   ટીસીએસ, એચયુએલ અને ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો

*   બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૬૨૮ રહી

*   સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૮૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૦૯૬ રહી

*   નિફ્ટી ઇન્ડેક્સ ૭૨ પોઇન્ટ ઘટીને ૧૧૦૦૪ની સપાટીએ

*   નિફ્ટીના ૫૦ શેર પૈકી ૧૪માં તેજી અને ૩૬માં મંદી નોંધાઈ

*   સેક્ટરલ ઇન્ડેક્સમાં પીએસયુ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો જ્યારે રિયાલીટી અને ફાઈનાન્સિયલ સર્વિસના કાઉન્ટરો ઉપર મંદી રહી

(7:50 pm IST)
  • ૧૩૮II ઇંચ : સાંતાક્રુઝમાં ૬૫ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો : મુંબઇ-સાંતાક્રુઝમાં ચોમાસાની સીઝનનો ૬૫ વર્ષનો વરસાદી રેકોર્ડ તુટયો છે. (૧ જુનથી ૩૦ સપ્ટે. સુધી) આજે ૧૬ સપ્ટેમ્બર સવારે ૮II સુધીમાં મુંબઇના સાંતાક્રુઝ ખાતે ૩૪૬૨.૮ મી.મી. (૧૩૮II ઇંચ) જે છેલ્લા ૬૫ વર્ષમાં પડેલ સૌથી વધુ વરસાદ છે. access_time 4:38 pm IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • અમદાવાદ : મણિનગર એલ જી હોસ્પિટલ મા થયો હોબાળો: દદીઁના સગા એ વૃધ્ધાને સારવાર બરાબર ના કરતા તાત્કાલિક સારવાર વિભાગ મા છુટ્ટા હાથ ની થઈ મારામારી: બાઉનસરો તેમજ દદીઁ ના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ access_time 11:46 pm IST