Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

૩૭૦ પર સુનાવણી : બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ આપવા માટે હુકમ

સુપ્રીમે કાશ્મીરની સ્થિતિ અંગે કેન્દ્રને ૩૦મી સુધીની મહેતલ આપી : નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાને કસ્ટડીમા લેવાને લઇને પણ કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટની માંગ કરી : સ્થિતિને સામાન્ય બનાવવા માટે આદેશ

નવી દિલ્હી,તા. ૧૬ : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ ફારુક અબ્દુલ્લાને નજર કેદમાં રાખવાની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. કાશ્મીરની સ્થિતિ ઉપર કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવાના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. તમિળનાડુના નેતા અને એમડીએમકેના સ્થાપક દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સુનાવણી ઉપર તમામની નજર રહેશે. એટર્ની જનરલને સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, કયા કારણથી તમે કહી ચુક્યા છો કે કાશ્મીરમાં સમાચાર પત્ર પ્રકાશિત થઇ રહ્યા છે.

           કાશ્મીર ખીણમાં ઇન્ટરનેટ અને ફોનની સુવિધા હજુ સુધી શરૂ કરવામાં કેમ આવી નથી. ખીણમાં કોમ્યુનિકેશન વ્યવસ્થાને બંધ કેમ રાખવામાં આવી છે. ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યા હતા કે, બે સપ્તાહમાં કાશ્મીરની સ્થિતિ ઉપર વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાની જરૂર છે. એટર્ની જનરલે કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદીઓ માટે મોટાપાયે પાકિસ્તાનના હાઈકમિશન તરફથી ફંડિંગની વ્યવસ્થા થઇ રહી છે. કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે તથા પથ્થરબાજોને સમર્થન આપવા માટે કામ થઇ રહ્યું છે.

           એટર્ની નજરલે કહ્યું હતું કે, ૨૦૧૬માં બુરહાન વાનીના મોત બાદ રાજ્ય સરકારે ત્રણ મહિના માટે ઇન્ટરનેટ અને ફોન સુવિધાઓને બંધ કરી દીધી હતી. વર્તમાન સ્થિતિમાં ઇન્ટરનેટ અને ફોન બંધ કરવાના નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો છે. કુલ ૮ અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીપીઆઈએમના નેતા સીતારામ યેચુરીની એક અરજી પણ સુનાવણી માટે આવી છે. સીપીએમના નેતા તારીગામીની અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેઓ કાશ્મીર યાત્રા માટે સ્વતંત્ર છે. કોર્ટે કહ્યું હતું કે, આ અરજી ઉપર કોઇ અલગથી આદેશ કરવામાં આવશે નહીં. કાશ્મીરની સ્થિતી અંગે પૂર્ણ રીપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે.

               કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારના આ નિર્ણયની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ પારૂખ અબ્દુલ્લાની નજર કેદ અંગેની સ્થિતી અંગે નોટીસ જારી કરી છે. આ અંગે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરવામાં આવી છે. તમિળનાડુના નેતા અને એમડીએમકેના સ્થાપક નેતા વૈકો દ્વારા દાખલ કરવામા ંઆવેલી અરજી પર સુનાવણી કરતી વેળા આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યોહતો. કેન્દ્ર સરકારને ૩૦મી સપ્ટેમ્બર સુધી જવાબ આપવા માટે કહ્યુ છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફારૂખને નજર કેદ હેઠળ રાખવાને લઇને કેન્દ્ર સરકાર જુદી જુદી પ્રતિક્રિયા આપી રહી છે.

(7:40 pm IST)
  • સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લાની મુક્તિ ને લઈ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ ફટકારી : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી એમડીએમકે ચીફ વાયકો સહિતના અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વાયકોની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ પાઠવી છે. જોઈએ તો વાયકોએ પોતાની અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લાનો સંપર્ક થઈ શકતો નથી, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. access_time 12:13 pm IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST