Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શિયાળા પહેલા કાશ્મીરને ધણધણાવવા ૪૦૦ આતંકીઓ તૈયારઃ લોંચીંગ પેડ પર આતંકવાદીઓની હિલચાલ

ઓકટોબર પહેલા વધુમાં ઘુસણખોરી કરાવવાની પાકની નાપાક સાજીસ

જમ્મુ તા. ૧૬: શિયાળા પહેલા કાશ્મીરમાં ઉંબડીયા કરવા માટે મોટી સંખ્યામાં આતંકવાદીઓ જો ભારતમાં ધકેલવાની સાજીસ પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ રચી છે. આ સાજીસ હેઠળ ઉત્તર કાશ્મીર તથા પુંચમાં એલઓસી નજીકના લોંચીંગ પેડ પર ૪૦૦ થી વધારે આતંકવાદી તૈયાર રાખાયા છે. શિયાળો શરૂ થતા પહેલા એટલે કે ઓકટોબરમાં વધારેમાં વધારે આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાની કોશિષો થઇ રહી છે. કેમકે  બરફવર્ષ પછી ઘૂસણખોરી બધા રસ્તા બંધ થઇ જશે.

આતંકવાદીને ઘુસણખોરીમાં મદદ માટે પાકિસ્તાની સૈન્ય દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને તેમને કવર ફાયર અપાઇ રહ્યુ છે. આ જ કારણથી છેલ્લા એક મહિનાથી સતત એલઓસી પર તોપ મારો થઇ રહ્યો છે.

એલઓસી પર જમ્મુ વિભાગના પુંચ અને રાજૌરી તથા ઉત્તર કાશ્મીરમાં બારામુલ્લા અને કુંપવાડા જીલ્લાના વિભીન્ન વિસ્તારોમાં સરહદની પેલી તરફ લોંચીંગ પેડ તૈયાર કરાયા છે. ગુપ્તચર એજન્સીઓ પાસે માહિતી છે કે રાજૌરી-પુંચમાં ૨૬ લોંચીંગ પેડ સક્રિય છે. દરેક લોંચીંગ પેડ પર લશ્કર - એ- તૈયબા, જૈશ-એ- મહમ્મદ અને હિજબુલ મુજાહુદ્દિનના ૮-૧૦ પ્રશિક્ષિત આતંકવાદીઓને તૈયાર રાખવામાં આવ્યા છેે. આ દરેક પેડ પર બોર્ડરથી એક થી પાંચ કિલોમીટરના અંતરે વસ્તીની વચ્ચે છે.

પુંચ અને રાજૌરીમાં બાલાકોટ, પોલીસ , કલહટા, તતાપાની, અજીરા, નિખયાલ,, કોટલી, નેજાપીર, ઝંગડ, નૌશરા, બટ્ટલ, ભિંબર ઉડી, ઝુરેજ, નૌગામ, મછિલ, કેરન સેકટરની પેલી બાજુ વધી ગઇ છે. સુત્રોનુ કહેવુ છે કે ઉત્તર કાશ્મીરમાં લોંચીગ પેડ પર જૈશ-એ-મહમ્મદના વધારે આતંકવાદીઓ હોવાનુ કહેવાઇ રહ્યુ છે. તેમાં ફીદાચીન ગ્રુપો  પણ છે.

(3:52 pm IST)