Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બાલાકોટમાં પાકિસ્તાનની ફરી નાલાયકીઃ સીઝ ફાયરનું ઉલ્લંઘનઃ મુંહતોડ જવાબ

શ્રીનગરઃ પાકિસ્તાને આ વર્ષમાં ૨૦૫૦ વખત વિનાકારણ સંઘર્ષ વિરામ (સીઝ ફાયર)નું ઉલ્લંઘન કર્યું છે. અને જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના બાલાકોટ સેકટરમાં પાકિસ્તાને ગઇ મોડી રાત્રે ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતીય સુરક્ષાદળોએ પણ પાકિસ્તાન તરફથી થતા ફાયરીંગનો વળતો જવાબ આપેલ. પાકિસ્તાન ભારતીય સરહદે વધુ લશ્કર ગોઠવી રહયાના વાવડ મળે છે.

(3:48 pm IST)