Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

હવે વધુ અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવા ઇચ્છુક ભારતીયો સરકાર માન્ય એજન્સીની મદદ મેળવી શકશે : ઇમિગ્રેશન પોલીસીમાં આવી રહેલા ફેરફારો : છેતરપીંડી અટકાવવાનો હેતુ

ન્યુદિલ્હી,તા.૧૬: હવે વધુ અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવા ઇચ્છુક ભારતીયો સરકાર માન્ય એજન્સીની મદદ મેળવી શકશે જે માટે દેશની ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારો આવી રહ્યા છે.જે મુજબ વિદેશ જવા ઇચ્છુકોને માર્ગદર્શન આપવા તથા મદદરૂપ થવા કામગીરી કરનારી એજન્સીઓએ સરકારી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે જેને સરકાર દ્વારા રેટીંગ અપાશે જેના આધારે તેના રેટિંગની ગુણવત્તાને ધ્યાને લઇ મદદ કે માર્ગદર્શન મેળવવાનો નિર્ણય લઇ શકાશે. ઉપરોકત નિર્ણયને કેન્દ્ર સરકારના કાનૂન મંત્રાલય દ્વારા મંજૂરી મળી ગઈ છે.જેને હવે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સંસદમાં મુકાશે બાદમાં તે કાયદા સ્વરૂપે અમલી બનશે જેનો હેતુ લેભાગુ એજન્ટોથી લોકોને બચાવવાનો છે.

(3:50 pm IST)
  • ૧૩૮II ઇંચ : સાંતાક્રુઝમાં ૬૫ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો : મુંબઇ-સાંતાક્રુઝમાં ચોમાસાની સીઝનનો ૬૫ વર્ષનો વરસાદી રેકોર્ડ તુટયો છે. (૧ જુનથી ૩૦ સપ્ટે. સુધી) આજે ૧૬ સપ્ટેમ્બર સવારે ૮II સુધીમાં મુંબઇના સાંતાક્રુઝ ખાતે ૩૪૬૨.૮ મી.મી. (૧૩૮II ઇંચ) જે છેલ્લા ૬૫ વર્ષમાં પડેલ સૌથી વધુ વરસાદ છે. access_time 4:38 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈ જતા એર ઈન્ડિયા વન વિમાન ટેકનીકલ ખામી આવી ગઈ હતી. આને કારણે વિમાનને ત્રણ કલાક માટે સ્વીત્ઝર્લેન્ડના ઝુરિક એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા વન વિમાનની પાછળની પાંખમાં ખામી સર્જાઈ હતી. આ વિમાન ઝુરિકથી સ્લોવેનીયા જી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કોવિંદ હાલમાં આઇસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવેનીયાની યાત્રા પર છે. access_time 11:51 am IST

  • અમદાવાદ : મણિનગર એલ જી હોસ્પિટલ મા થયો હોબાળો: દદીઁના સગા એ વૃધ્ધાને સારવાર બરાબર ના કરતા તાત્કાલિક સારવાર વિભાગ મા છુટ્ટા હાથ ની થઈ મારામારી: બાઉનસરો તેમજ દદીઁ ના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ access_time 11:46 pm IST