Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

દિલ્હીમાં નબરપ્લેટ તૂટેલી અને ફોનમાં વાત કરતી સ્કૂટી સવાર યુવતીને ટ્રાફિક પોલીસે રોકી : એવી ધમકી આપી કે જવા દીધી !

ટ્રાફિક પોલીસે રોકી અને ચલણની વાત કરી તો હંગામો મચાવ્યો

નવી દિલ્હી : દેશમાં લાગુ થયેલા નવા મોટર વ્હીકલ એક્ટ બાદ ઠેર ઠેર હંગામો જોવાઈ રહ્યો છે ભારે દંડની રકમથી ઘણાના ભવા ઉંચા ચડી જાય છે કેટલાક તો ચલણની રકમ જોઈને ટ્રાફિક પોલીસકર્મીઓ સાથે ભીડી પણ જાય છે. આવો જ એક મામલો રાજધાની દિલ્હીથી આવ્યો છે. જ્યાં સ્કૂટી પર જઈ રહેલી એક યુવતી પોલીસકર્મીઓ સાથે ભીડી ગઈ અને આત્મહત્યાની ધમકી આપવા લાગી. હતી

  દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે જ્યારે દિલ્હી ટ્રાફિક પોલીસે એક સ્કૂટી સવાર યુવતીને રોકી તો તેણે હોબાળો મચાવી દીધો. પોલીસે કહ્યું કે યુવતીની સ્કૂટીની નંબર પ્લેટ તૂટેલી હતી. આ ઉપરાંત સ્કૂટી ચલાવતી વખતે યુવતી ફોન પર વાત કરી રહી હતી. જ્યારે ટ્રાફિક પોલીસે રોકી અને ચલણની વાત કરી તો યુવતી આત્મહત્યાની ધમકી આપવા લાગી હતી . 

કહેવાય છે કે પહેલા તેણે ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી, તો પણ પોલીસ ન માની તો તે આત્મહત્યાની ધમકી આપવા લાગી. એટલું જ નહીં યુવતીએ રડવાનું પણ શરૂ કરી દીધુ. યુવતીએ હેલમેટ પણ ફેંકી દીધી. યુવતી પોતાના ઘરથી ઓફિસ જઈ રહી હતી. જો કે 20 મિનિટના ડ્રામા બાદ પોલીસે તે યુવતીને જવા દીધીહતી

(1:28 pm IST)