Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ભારત ૨૦૨૪ સુધીમાં સૌથી મોટું એપ જોબ સેન્ટર બનશે

નવી દિલ્હીઃ ડેવલપર પોપ્યુલેશનના મામલામાં વર્ષ ૨૦૨૪ સુધી ભારત અમેરિકાને પછાડી દેશે અને આવનારા પાંચ વર્ષોમાં દુનિયાનું સૌથી મોટું ડેવલપર પોપ્યુલેશન સેન્ટર બની જશે.

પ્રોગ્રેસિવ પોલિસી ઇન્સ્ટીટ્યૂટની એક રિપોર્ટ અનુસાર, ભારત આ મામલામાં અમેરિકાને પછાડી દેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં એપ સેકટર રોજગારીનું એક મોટું સંસાધન બનશે. PPI ‘The App Economy in India’ ટાઇટલ હેઠળની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૧.૬ મિલિયન એપ ઇકોનોમી જોબ છે. આ આંકડો ઓગસ્ટ ૨૦૧૯ સુધીનો છે. ૨૦૧૬માં આ આંકડો ૧.૨ મિલિયન હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએસમાં એપ્રિલ ૨૦૧૯ સુધી ૨.૨૪૬ મિલિયન એપ ઇકોનોમી જોબ છે. જયારે જૂલાઇ ૨૦૧૯ સુધી યુરોપિયનમાં ૨.૦૯૩ મિલિયન એપ ઇકોનોમી જોબ્સ છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ અસોસિયેશન ઓફ ઇન્ડિયાની એક બેઠકમાં આ બિંદુઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોર એપ ઇકોનોમી જોબ્સનો અંદાજ ઓનલાઇન જોબ પોસ્ટિગ્સના આધાર પર કરવામાં આવ્યો છે.

(1:11 pm IST)