Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજસ્થાન, MP અને UPમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત

મધ્ય પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતી, ૪૫ હજાર લોકોના સ્થળાંતર

ભોપાલ, તા.૧૬:  મધ્યપ્રદેશના દ્યણા વિસ્તારોમાં ભારે વરસાદ અને નદીઓ-બંધનું પાણી લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા પૂર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. આશરે ૪૫ હજાર લોકોને રાહત અને બચાવ શિબિરોમાં આશરો આપવામાં આવ્યો છે. સેનાને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે. નીમચમાં રાહત અને બચાવ દળે ૧૫૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. આ ઉપરાંત મંદસૌરમાં પૂરનું પાણી ભરાઈ જવાથી લોકોને મકાનોની છત પર આશરો લેવો પડયો હતો.

સત્તાવાર રીતે રવિવારે મળેલી જાણકારી અનુસાર રાજયના ૩૬ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તમામ જિલ્લાઓમાં પૂર ઝડપે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એસડીઆરએફ અને એનડીઆરએફની સાથે સ્થાનીક જિલ્લા પ્રશાસન સક્રિય થઈ ગયપ છે. રાજસ્થાન, આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ અને યુપી સહિત દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે.

યુપીના પ્રયાગરાજમાં ભારે વરસાદને કારણે ગંગા નદીનું પાણી કાંઠા પાસેના ઘરોમાં ઘુસી ગયું છે. આને કારણે લોકોને દ્યરોની છત પર આશરો લેવો પડ્યો છે. રાજસ્થાનના કોટામાં સલામતી જવાને બે શિશુઓને ભારે જહેમતથી બચાવી લીધા હતા. મધ્યપ્રદેશના નીમચમાં ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં બેટ જેવી સ્થિતિ સર્જાઇ હતી.

રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે કોટા બેરેજમાંથી ૬.૯૩ લાખ કયૂસેક પાણી છોડાતાં શહેરમાં પાણી ભરાઇ ગયું છે. જેને પગલે ૫,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે તો અનેક લોકો મકાનની છતો પર શરણ લઇને બેઠા છે. સ્કૂલો બંધ કરાઇ છે અને સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો કામે લગાઇ છે.  ચિત્ત્।ોડગઢ જિલ્લાના રાવતભાટામાં પૂરને કારણે ૩૫૦ વિદ્યાર્થીઓ અને ૫૦ શિક્ષકો ફસાયા છે. જોકે તેની જાણ થતાં જ કલેકટર મુકેશ કલાલ પહોંચી ગયા છે. જોકે તમામ બાળકો સલામત છે.

(1:09 pm IST)