Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

હૈદ્રાબાદ પોલીસનું પ્રશંસનીય કાર્યઃ ચલણને બદલે હેલ્મેટ- પીયુસી- લાયસન્સ આપે છે

હૈદ્રાબાદઃ એકબાજુ જયારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મોટા પાયે દંડની રકમ વસૂલવામાં આવી રહી છે, ત્યાં હૈદરાબાદ પોલીસ લોકોને નિયમો પ્રત્યે જાગૃત કરવાનું કામ કરી રહી છે. તેના માટે તેમણે એક નોખો અભિયાન શરૂ કર્યો છે.

હૈદરાબાદ ટ્રાફિક પોલીસે લોકોને નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે, તેમને દંડ ફટકારવાની જગ્યાએ લોકોને નવું હેલમેટ ખરીદવાની સલાહ આપે છે અથવા તો નવું હેલમેટ ખરીદીને આપે છે. સાથે જ જો તેમની પાસે જરુરી દસ્તાવેજો જેમકે PUC કે લાયસન્સ ન હોય તો ઓથોરીટિને મળી તે જ સમયે કઢાવવામાં આવે છે. પોલીસના આ અભિયાનને લોકો આવકારી રહ્યા છે. અને હૈદરાબાદ ટ્રાફિક પોલીસની પ્રશંસા પણ કરી રહ્યા છે.

હૈદરાબાદ ઉપરાંત બિહારના મોતિેહારી શહેરમાં પણ આ રીતનો જ અભિયાન ત્યાંની ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવવામાં આવ્યો હતો. હેલમેટ વિના કે જરૂરી દસ્તાવેજો વિના સવાર વાહન ચાલકોનું ચલણ કાપવાની જગ્યાએ તેઓ લોકોને તેમની ભૂલ સુધારવાનો ચાન્સ આપે છે.

(1:09 pm IST)