Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આર્ટિકલ 370 નાબૂદ નિર્ણયને ઓસ્ટ્રેલિયામાં આવકાર : મેલબર્નમાં ભારતીય મૂળના લોકોએ સમર્થન રેલી કાઢી

વિક્ટોરિયન સ્ટેટ પાર્લિયામેન્ટથી ફેડરેશન સ્ક્વેરસુધી કાશ્મીરી પંડિતોના નેતૃત્વમાં રેલી યોજાઈ

મેલબર્ન: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ને નાબૂદ કરવાના સમર્થનમાં મેલબર્નમાં એકઠા થયા હતા અને વિક્ટોરિયન સ્ટેટ પાર્લિયામેન્ટથી ફેડરેશન સ્ક્વેરસુધી કાશ્મીરી પંડિતોના નેતૃત્વમાં  રેલીનું આયોજન કરાયું

  મોદી સરકાર તરફથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન એટલું અકળાયું છે કે હવે તે ભારત વિરુદ્ધ નીત નવા ષડયંત્ર રચી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રથી લઈને અન્ય મંચો પર આંતરરાષ્ટ્રીય ફજેતી થયા બાદ પણ પાકિસ્તાન પોતાના નાપાક હરકતો છોડતું નથી

 . ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ હવે પાકિસ્તાન સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભડકાવી રહ્યું છે. આ સાથે જ તે નાગાલેન્ડના ઉગ્રવાદીઓ સુધી પણ પોતાની પહોંચ વધારી રહ્યું છે. 

    કાશ્મીર મુદ્દે ચીન અને પાકિસ્તાને પછડાટ ખાવી પડી હતી. જમ્મુ કાશ્મીરમાં કલમ 370માં પરિવર્તન મુદ્દે પાકિસ્તાનની પડખે જઈ બેઠેલા ચીને યુએનએસસીની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ પાકિસ્તાન અને ચીનને દુનિયાના કોઈ દેશનું સમર્થન મળ્યું નહીં. રશિયા સહિત અન્ય દેશોએ ભારતનું સમર્થન કર્યું.

(1:05 pm IST)