Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ, રાક્ષસી દંડનો પ્રારંભ, પ્રજામાં ભયંકર રોષ અને ભય : સુરેન્દ્રનગરનું લખતર સ્વયંભૂ બંધ, ટ્રાફિક-હેલ્મેટનો ભારે વિરોધ : નવા ટ્રાફિક કાનૂનનો અમલ શરૂ, પરંતુ રાજકોટમાં બપોરે ૧૨ સુધી માં કોઈ પણ સ્થળે ફિઝિકલ ચેકિંગ ચાલુ નથી, કેમેરા દ્વારા મેમા ફટકારાય તેવી શક્યતા: બંગાળ પછી તેલંગણાએ કેન્દ્રના નવા કાળમુખા ટ્રાફિક કાનૂનને ફગાવી દીધો : આવતીકાલે નરેન્દ્રભાઈનો ૭૦ વર્ષમાં મંગલ પ્રવેશ, નર્મદા ડેમ ઉપર નમામિ દેવી નર્મદે મહોત્સવ : આજે રાત્રે વડાપ્રધાનનું ગુજરાતમાં આગમન : નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાની ઐતિહાસિક ઘડી, કાલે રાજ્યવ્યાપી મહોત્સવ : ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં હજારો ઈન્ડો-અમેરિકનોને ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી એકસાથે સંબોધશે ઐતિહાસીક ઘટના : રાજસ્થાન એમપી અને યુપીમાં ભારે વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત : મધ્ય પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ : બિહારમાં કંઈક રંધાઈ રહ્યું છે, નિતિશ અને લાલુ ફરી હાથ મિલાવી રહ્યા છે : રાજકોટના સોની બજાર વિસ્તારમાં નવા રાક્ષસી ટ્રાફિકકાનૂનના વિરોધમાં કેટલાક લોકો બંધ કરાવવા નીકળી પડયા, બે-ચાર દુકાનો બંધ થઈ ત્યાં ટોળું વિખેરાઈ ગયું

(12:50 pm IST)