Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બિહારમાં કંઇક રંધાઇ રહ્યુ છેઃ નિતિશ અને લાલુ ફરી હાથ મિલાવી રહ્યાનો વિસ્ફોટ

આરજેડીના ઉપાધ્યક્ષનો ધડાકોઃ ભાજપ હવે નિતિશને ખત્મ કરવા માંગે છેઃ ભાજપ કહે છે અમારૂ જોડાણ અકબંધ છે

પટણાઃ બિહારના રાજકારણમાં નવા પરિવર્તન આવી રહ્યાના એંધાણ મળે છે.

 

લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના ઉપાધ્યક્ષ શ્રી રઘુવંશીપ્રસાદ સિંહે કહ્યુ છેડોે કે જનતા દળ યુ (નિતિશકુમાર) અનેઆરજેડી (લાલુ પ્રસાદ યાદવ) વચ્ચે અંદરખાને મંત્રણા શરૂ થઇ ગઇ છે. અને નજીકના ભવિષ્યમાં તેના પર પરિણામો નજર સમક્ષ આવતા રઘુવંશજીના ઉચ્ચારણોથી બિહારના રાજકારણમાં મોટી હલચલ સર્જાયાનુ ન્યુઝ નોંધે છે.

અત્યારે બિહારમાં નિતિશકુમારના (જેડીયુ) અને ભારતીય જનતા પક્ષની સંયુકત સરકાર છે.

રઘુવંશ પ્રસાદ સીંઘેે કહેલ કે જયારે મહા જોડાણમાં નિતિશકુમાર સાથે હતા તે સમયે પણ મે  કહ્યુ હતું ડો. નિતિશકુમાર મહા ગઠબંધનનો સાથ છોડી દેશે, જે વાત સત્ય સાબીત થયેલ. હવે ફરી ભવિષ્યવાણી કરી રહ્યો છુ કે નિતિશકુમાર મહાજોડાણ - મહાગઠબંધનમાં સામેલ થશે.

બિહારમાં સહુ જાણે છે કે ભાજપ અને જનતા દળ યુ (નિતિશ) વચ્ચે સતત આપસમાં ખેંચતાણ ચાલી રહી છે. ભાજપના નેતા દ્વારા , સંઘ છે તો જ દેશ ટકી  રહ્યો છે. તેવા નિવેદનો સામે જેડીયુની નારાજગી પણ બહાર આવી છે.  ત્યારે લાલુ જૂથના રઘુવંશજીના આ વિસ્ફોટે મોટી હલચલ મચાવી છે.

રઘુવંશજીએ કહ્યુ છે કે ભાજપ નિતિશકુમારને ખત્મ કરવા માંગે છે. તેથી તેઓ લાલુજીના રાજદ( આરજેડી) પક્ષ સાથે જોડાશે...

જો કે બિહારના કેબિનેટન  પ્રધાન સંજય ઝાએ સાફ સાફ કહ્યુ છે કે ભાજપના નેજા હેઠળનો એનડીએ મોરચો (જેમાં નિતિશકુમારનો જેડીયુ પણ સામેલ છે. ) અકબંધ છે અને ૨૦૨૦ની ચુંટણી સાથે મળીને લડીશું. તેમણે દાવો કરેલ કે ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૧૦થી પણ વધુ બેઠકો ઉપર ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચાને મળી રહ્યાનું હું જોઇ રહ્યો છું.  તેમણે  કહ્યુ કે હવે કોણ શું અને કયારે કેમ બોલી  રહ્યો  છે તેમાં ઉંડા ઉતરવાની જરૂરત મને લાગતી નથી.(

(11:47 am IST)