Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ડ્રોન હુમલા છતા ઇરાન સાથે મંત્રણા કરતા ડોનાલ્ડ ટ્રમ્પ

ડ્રોન હુમલા છતાં અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાની પ્રમુખ હસન સુહાની વચ્ચે મુલાકાત થશે તેવી માહિતી વ્હાઇટ હાઉસે જાહેર કરી છે. સાઉદી અરેબીયાના તેલ ક્ષેત્રો ઉપર ભયાનક ડ્રોન હુમલા પાછળ ઇરાનનો હાથ હોવાના અમેરીકાએ આરોપો મુકતા બંંને દેશના સંબધોમાં ભારે તનાવ સર્જાયો છે.

(11:45 am IST)
  • સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લાની મુક્તિ ને લઈ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ ફટકારી : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી એમડીએમકે ચીફ વાયકો સહિતના અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વાયકોની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ પાઠવી છે. જોઈએ તો વાયકોએ પોતાની અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લાનો સંપર્ક થઈ શકતો નથી, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. access_time 12:13 pm IST

  • નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ શેરબજારમાં વેંચવાલીનો માહોલઃ રૂપિયો ૭૧.૪૬ : શેરબજારમાં વેંચવાલીનો માહોલ નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ સેન્સેકસ ર.૩૦ કલાકે ર૭૦ પોઇન્ટ ઘટીને ૩૭૧૧૪ અને નીફટી ૮૧ પોઇન્ટ તુટીને ૧૦૯૯૪: ડોલર સામે રૂપિયો ૭૧.૪૬ ઉપર ટ્રેડ કરે છે access_time 11:43 am IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે 74 મો જન્મદિવસ છે. ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં છે. આ પ્રસંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાને ભાવનાત્મક પત્ર લખ્યો છે. કાર્તિ ચિદમ્બરમે પત્રમાં ઇશારામાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું કે, "પ્રિય અપ્પા, આજે તમે 74 વર્ષનો થયા છો અને કોઈ 56 ઇંચ તમને રોકી શકશે નહીં. તમારી ગેરહાજરીથી આપણું હૃદય દુભાય છે. કાશ, તમે અમારા બધાની સાથે કેક કાપવા ઘરે જ હોત." access_time 11:58 am IST