Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ હટાવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી

મોદી સરકાર-ર સામે દેશની અર્થ વ્યવસ્થાને પાંચદ્રિલિપને પહોંચાડવાનું વિરાટ લક્ષ્યઃ દેશની ૧૦ મોટી બેંકોને ૪ બેંકોમાં મર્જ કરી હાથ ધર્યું આર્થિક સુધારાનું પગલું: અકસ્માતો ઘટાડવા વા આકરા આરટીઓના નિયમોનો અમલીઃ જ પોલીથીન મુકત ભારતનું હાથ ધર્યું અભિયાન ''જલ જીવન મિશન'' યોજનાનો પ્રારંભઃ ''યે તો ટ્રેલર હૈ''... પિકચર અભી બાકી હૈ..

 વાપી તા.૧૬: ટવેન્ટી ટવેન્ટી રમવાના મુડમાં હોય તેમ ફટકા બાજીકરી અભૂત-પૂર્વ નિર્ણયો લઇ રહી છે.

ર૩મી જો ર૦૧૯ ના રોજ લોકસભા સુધીના આવતા પરીણામો અને દેશની કરોડો જનતાએ ફરી એકવાર નરેન્દ્ર મોદીના શાસન ઉપર વિશ્વાસ મુકી ભવ્ય જીત અપાવી.

આ વળાએ નરેન્દ્રભાઇએ એક અઠવાડીયાનો સમય લીધો અને ૩૦ મી મેર૦૧૯ના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળ માટે મંત્રીમંડળે શપથ લીધી. જેમા વડાપ્રધાન મોદીએ પોતાના મંત્રી મંડળમાં રાજનાથસિંહ, અમિત શાહ, નિર્મલા સીતારામન-સુબ્રમણ્યમ, જયફલેટ, નિતિન ગડકરી, પિયુષ ગોપાલ, તેમજ સ્મૃતિ ઇરાની જેવા નેતાઓને સામેલ કરી શરૂ કર્યો બીજો કાર્યકાળ જાણે નરેન્દ્રભાઇને પોતાના આ કાર્યકાળમાં અનેક કામો કરવા હોય તેમ ક્રિકેટની ભાષામાં કહીએ તો...રાહ જોવા  વિના પ્રથમ ઓવરથી જ ફટકાબાજી શરૂ કરી છે હાલમાં જ મોદી સરકારે ૧૦૦ દિવસ ૭ મી સપ્ટેમ્બરના રોજ જ પુરા કર્યાછે.આ ૧૦૦ દિવસમાં સરકાર કેટલાક મોટા નિર્ણયો લીધા છે.

જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરરજો રદ કરી આર્ટિકલ ૩૭૦ અને ૩પ એ ને હટાવવાનું ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાજયસભામાં એલાન કરતા, જાણે રાજકીય આલમમાં આવ્યો મોટો ભુકંપ...વિજયનો  ઉંઘતા રાખી આવડો મોટો નિર્ણય લઇ સરકારે સૌને ચોંકાવી દીધા. એટલુ જ નહિ જન્મુ અને કાશ્મીરમાં એવી રણનીતી અગાઉ ગોઠવી હતીકે તોફાનો કેગોળીબાર તો છોડો કાકરીચાળો પણ ના થયો...આ સ્થિતિ જોઇને પાકિસ્તાનમાં પણ ફફડાટ ફેલાયો આમ પણ આપણા નરેન્દ્રભાઇ આવા ચોંકાવનારા નિર્ણયોની કોઇને ગંધ નથી આવવા દેતા.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી સરકાર ભારતને હવે અન્ય અગ્રીમ દેશોની હરોળમાં લાવવા ભારતીય અર્થ વ્યવસ્થાને પાંચ દ્વિલિપન ડોલરે પહોંચાડવા અઘરૂ લક્ષ્ફ સૈપ્યું છ.ે અને એ માટે કવાયતો હાથ ધરી છ.ે નાણામંત્રી નિર્મલા સીતારામનનો પણ જાણે તૈયાર કયો છે. કે કોઇપણ હિસાબે આ લક્ષ્ય પાર પાડવું છ.ે

અન્ય સુધારાઓમાં અર્થષ્ઠાને વેગ આપવા તેમજ કેટલાક અવરોધોને દુર કરવાના ભાગરૂપે હાથ ધરેલ મૂખ્ય નિર્ણયોમાં દેશની મોટી ૧૦ બેંકોને ચાર બેંકમાં મર્ચ કરી એક અનેરો દાખલો બેસાડયો.

આહવવા મંત્રી શ્રી નિતિન ગડકરીએ આરટીઓમાં કડક નિયમોનોકર્યો અમલ.... ભારે દંડ કહેવા છે કે ભારતમાં દર વર્ષે આશરે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છ.ે સરકારનું માનવું છેકે આવા કડક દંડની જોગવાઇથી સુધારો આવશે.

આ ઉપરાંત મોદી સરકારે ચુંટણી સમયે ખેડુતોને પેન્સન અને પાકની ઉસ્ચિત કિંમત મળશે એવો વાયદો કરેલ હતો અને મોટાબાણો તો આ ૧૦૦ દિવસમાં પુરો કરવા પ્રયત્ન કર્યોછ.ેઅને દેશના આશરે ૧પ કરોડથી વધારે ખેડુતોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા જમા કરવાનું આયોજન હાથ ધરાયું છ.ે

ખેડુતો ઉપરાંત મોદી સરકાર નાના વેપારીઓને નજરમાં રાખીને એમના માટે પણ પેન્શન યોજના ઉપર કામ કરી રહી છે. જેમાં દેશના આશરે ૩ કરોડ નાના વેપારીઓને ૬૦ વર્ષની ઉપર પછી આશરે રૂ.૩૦૦૦નું પેન્શન દર મહિને મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છ.ે

વિશ્વના અનેક દેશોની સાથે રહેવા ભારતને પણ પોલીથીન મુકત બનાવવાનું આગ્રહ રાખ્યો છે એટલું જ નહિ આગામી રજી ઓકટોબર ગાંધી જયંતીના દિવસથી સિંગલ યુઝ પ્લાસ્ટીક બધીનો નિર્ણય પણ કર્યો છ.ે

ત્યારબાદ સૌથી નાનો પરંતુ મહતા કદી શકાય તેવો મોદીજીએ તેમના આ બીજા કાર્યકાળ દરમ્યાન દેશની તમામ જનતાને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા 'જલજીવન મિશન' યોજનાનો આરંભ કર્યો છે. અને આ યોજના હેઠળ વર્ષ ર૦ર૪ સુધીમાં ૩.પ લાખ કરોડથી વધુ રકમ આ યોજના પાછળ ખર્ચાશે અને ભારતના તમામ પ્રજાનોના ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાનું મિશન હાથ ધર્યું છે.

આવી અનેક યોજનાઓ નરેન્દ્ર મોદી અમલમાં મુકી રહી છે. એટલુ જ નહિ કહેવાય છે કે નરેન્દ્રભાઇ જાતે જે તે વિભાગના મંત્રીઓના સંપર્કમાં રહી વિવિધ યોજનાઓના અમલ અંગે તથા થઇ રહેલા કામોની પ્રગતિ ઉપર જાતે માહિતી મેળવી સુચનો આપી રહ્યા છે.

તાજેતરમાંં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ પોતાના આ બીજા કાર્યકાળ દરમ્યાનના ૧૦૦ દિવસ પુરો થવાના હતા તે વેળાએ કહ્યું હતું કે ''યે તો ટ્રેલર હૈપિકચર અભી બાકી હૈ'' ...આના ઉપરથી જ ખ્યાલ આવે કે નરેન્દ્રભાઇને કેટલા બધા કાર્ય કરવા છે.....

(11:03 am IST)