Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નરેન્દ્રભાઇ માટે વિશ્વ નેતાઓ શું કહે છે ?

વાપી, તા. ૧૬ : ભારતની ૧૭મી લોકસભા માટે ૧૧ એપ્રિલ ર૦૧૯થી ૧૯ મે ર૦૧૯ દરમ્યાન યોજાઇ લોકસભામાં ચૂંટણી અને જેનું પરિણામ આવ્યું. ર૩મી મે ર૦૧૯ના રોજ..

જેમાં ફરી એકવાર નરેન્દ્રભાઇના નેતૃત્વ પર વિશ્વાસ મૂકી પ્રજાજનોએ પ૪ર પૈકી ૩પર સીટો પર ભવ્ય જીત અપાવી અને ફરી એકવાર નરેન્દ્રભાઇએ ૩૦મી મે ર૦૧૯ના રોજ શપથ લઇ મોદી સરકાર ર-૦નો પ્રારંભ કરેલ.

દેશમાં અન્યના નાના પક્ષો તો તક મોદીની આ લહેરમાં કોંગ્રેસ કયાંક ખોવાયું કેટલાય જોડાણ અને કેટલાય ગઠબંધનો ફેલ થયા અને મોદી ફરી એકવાર મજબૂત થઇ બહાર આવ્યા.

આ વેળાએ ભારત તો ઠીક દેશના નેતાઓ અને પક્ષો તો ઠીક પરંતુ વિશ્વના કયાં દેશના કાયા નેતાએ મોદીની આ જીત માટે શું કહ્યું એ જોઇએ તો..

ભારતના અને ખાસ કરીને નરેન્દ્રભાઇના મિત્ર સમાન રશિયાના રાષ્ટ્રપતિ વ્હલાદામીર પુતિને કહ્યું કે મને ખાત્રી છે કે ભારતના પ્રધાન મંત્રી તરીકે મોદી આપણા બંને દેશો વચ્ચેના સદીઓ જુના મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે મજબૂત કરશે અને સંપૂર્ણ વિકાસ માટે કામ કરશે, એટલું જ નહિ ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વિકસાવશે.

જયારે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોચે એ કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાવવા બદલ નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન... ચાલો શિક્ષણ વેપારમાં રોકાણ અને જળવાયું પરિવર્તન સામેની લડાઇ દ્વારા કેનેડા અને ભારતના લોકોના જીવનમાં સંયુકતપણે સુધારો કરવાની કામગીરી જાળવી રાખીએ. આ ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્મેન્યુઅલ મેકોએ આ વેળાએ કહ્યું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહી એ જનાદેશ આપ્યો છે. હું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ટુંક સમયમાં એમને મળવા આતુર છું. તથા ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સબંધને વધારે ગાઢ બનાવવા ઇચ્છું છું.

જયારે યુએઇના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન રાશીદે આ વેળાએ ભારે ઉત્સાહથી કહ્યું કે ચૂંટણીમાં વિજય મેળવવા બદલ નરેન્દ્ર મોદીને અને ભારતના લોકોને અભિનંદન.. અને આપણા વ્યૂહાત્મક દ્વિપક્ષીય  સંબંધોને વેગ આપવા તથા આપણા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંયુકતપણે કામ કરવા આતુર છીએ.

હવ જો દ.આફ્રિકાના લીડરનો મંતવ્ય જોઇએ તો.. અહીંના રાષ્ટ્રપતિ સિરિલ રામફોર્સ એ કહ્યું કે, નરન્દ્ર મોદી અને ભાજપને નિર્ણાયક વિજય મેળવવા બદલ અભિનંદન.. અને તેમને બીજા કાર્યકાળમાં તમામ મોરચે શ્રેષ્ઠ કામગીરી કરો તેવી શુભેચ્છા આપીએ છીએ અને અમે આપણા બંને દેશો વચ્ચે સારા સબંધોને વધારે મજબૂત બનાવવા આતુર છીએ.

આવા કેટલાય દેશોના અગ્રણીઓએ મોદીને શુભેચ્છા પાઠવી હતી અને આજે પણ આપણે સૌ કોઇ જોઇ શકીએ છીએ કે આંતરરાષ્ટ્રીય તકો નરેન્દ્રભાઇની શું તકાત છે...

દેશના પ્રધાનમંત્રી દીર્ધદૃષ્ટિ, ઉત્તમ સુઝબુઝ ધરાવતા અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશને ગૌરવ અપાવનારા હોય એ ગુજરાત માટે ખરેખર ગૌરવરૂપ જ ગણી શકાય. વડનગરનો આ વિરલો આજે દેશની નહિ, પરંતુ વિશ્વની મહાસતાને નમાવવાનું સામર્થ્ય ધરાવે છે.

નરેન્દ્રભાઇ મોદીને જન્મદિન વેળાએ ગુજરાતી લાખો જનતા તરફથી એડવાન્સમાં હાર્દિક શુભેચ્છા..

(11:02 am IST)
  • કેન્દ્ર ને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. આ સમય દરમિયાન તે ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જો કે, તે આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. access_time 12:28 pm IST

  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST

  • ભારે કરી : રેલવે પોલીસને હેલ્પલાઇન નંબર પર આવે છે પિઝ્ઝા -બર્ગર માટે ફોન : સ્ટાફ પિઝા અને બર્ગરની ડિલિવરી કરે છે કે કેમ ? તેવા પુછાય છે સવાલ : રાજધાની દિલ્હીમાં રેલવેને નવી મુશીબત :યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી માટે કરે છે માંગણી : હેલ્પલાઇન નંબરમાં 80 ટકાથી વધુ ફોન પીઝા અને બર્ગર માટે આવે છે : મોબાઈલ રિચાર્જ માટે પણ કરાઈ છે પૂછપરછ access_time 12:53 am IST