Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ડિપોઝિટ-વિડ્રોઅલ પર ૧૦૦થી ૧૨૫ રૂપિયાનો ચાર્જ લાગૂ કરાશે

આઈસીઆઈસીઆઈ બેંકે ગ્રાહકોને મોટો ફટકો આપ્યો : બેંકના ઝીરો બેલેન્સ ખાતા ધારકોને ૧૬મી ઓક્ટોબરથી શાખામાંથી દરેક રોકડ ઉપાડ માટે ચાર્જ ચુકવવાનો રહેશે : મશીનથી ડિપોઝિટ માટે ચાર્જ હશે

નવી દિલ્હી, તા. ૧૫ : દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એવી આઈસીઆઈસીઆઈ બેંકે પોતાના ગ્રાહકોને આજે મોટો ફટકો આપી દીધો છે. બેંકે ઝીરો બેલેન્સ ખાતા ધારકોને ૧૬મી ઓક્ટોબરથી શાખાથી દરેક કેશ વિડ્રોઅલ માટે ૧૦૦ રૂપિયાથી લઇને ૧૨૫ રૂપિયાનો ચાર્જ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. જો ગ્રાહકો બેંકની શાખામાં મશીન મારફતે જ પૈસા જમા કરે છે તો તેના માટે પણ તેમને ફી ચુકવવાની રહેશે. બેંકની શાખામાં તેના કરન્સી રિસાયકલર્સ મારફતે નાણાં ડિપોઝિટ કરવામાં આવશે તો તેના માટે ફી લાગૂ કરવામાં આવશે. આઈસીઆઈસીઆઈ બેંકના ઝીરો બેલેન્સ ખાતા ધારકોને આ નિર્ણયથી મોટો ફટકો પડી ગયો છે. બેંકે ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દરેક વિડ્રોઅલ પર ૧૦૦થી ૧૨૫ રૂપિયાનો ચાર્જ લાગૂ કરી દીધો છે. મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ મારફતે થનાર એનઈએફટી, આરટીજીએસ તથા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ફીમાં કોઇ ફેરફાર કર્યા નથી. આ તમામ સેવામાં ટ્રાન્ઝિક્શન ફ્રી રહેશે. જો કે, વિડ્રોઅલને લઇને ખાતા ધારકોને મોટો ફટકો પડી ગયો છે. આઈસીઆઈસીઆઈ બેંકે શુક્રવારે મોડી રાત્રે પોતાના ખાતા ધારકોને જારી કરવામાં આવેલી એક નોટિસમાં કહ્યું હતું કે, અમે ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન ડિજિટલ મોડમાં કરવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે. આનાથી ડિજિટલ ઇન્ડિયા ઇનિસિએટીવને પ્રોત્સાહન મળશે. બેંકે મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ મારફતે થનાર ટ્રાન્ઝેક્શન પર લાગૂ થતાં તમામ પ્રકારના ચાર્જને દૂર કરી દીધા છે. આઈસીઆઈસીઆઈ બેંકની શાખાઓમાંથી ૧૦૦૦૦ રૂપિયાથી લઇને ૧૦ લાખ રૂપિયા સુધીના એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર ૨.૨૫ રૂપિયાથી લઇને ૨૪.૭૫ રૂપિયા (જીએસટી વધુમાં) ચાર્જ લાગૂ પડશે. આવી જ રીતે શાખાઓમાંથી બે લાખ રૂપિયાથી લઇને ૧૦ લાખ રૂપિયા સુધી કરવામાં આવતા આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે ૨૦ રૂપિયાથી લઇને ૪૫ રૂપિયા સુધીના ચાર્જ લાગૂ થશે.

         બેંક દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા જોવા મળી રહી છે. બેંકો પોતાના ઝીરો બેંક ખાતા ધારકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના ખાતાઓને અન્ય કોઇ બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં ફેરવી કાઢે અથવા તો ખાતાઓને બંધ કરી દે. કારણ કે, આવી સ્થિતિમાં તેમને ચાર્જ ચુકવવાની જરૂર રહેશે. બેંક દ્વારા ડિપોઝિટ અને વિડ્રોઅલ પર ૧૨૫ રૂપિયા સુધીનો ચાર્જ લાગૂ કરી દીધો છે. અન્ય બેંકો પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે, આ સંદર્ભમાં અન્ય કોઇ બેંકો તરફથી માહિતી આપવામાં આવી હતી. બેંક દ્વારા એનઇએફટી, આરટીજીએસ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે ફંડ ટ્રાન્સફર માટે તમામ ચાર્જ દૂર કરી દીધા છે. મોબાઇલ બેંકિંગ અથવા તો ઇન્ટરનેટ બેંકિંગ મારફતે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. આઈસીઆઈસીઆઈ બેંકની શાખાઓમાં એનઈએફટી ટ્રાન્ઝેક્શન ફી ૧૦૦૦૦થી નીચેની રકમને લઇને ૧૦ લાખ રૂપિયા સુધી હાલમાં ૨.૨૫ રૂપિયાથી ૨૪.૭૫ રૂપિયા સુધીની હતી જ્યારે બે લાખથી ઉપરની રકમથી લઇને ૧૦ લાખ રૂપિયા સુધીની રકમ માટે શાખાઓમાં કરવામાં આવતા આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે ૨૦થી લઇને ૪૫ રૂપિયાની ફી હતી.

ગ્રાહકોને મોટો ફટકો...

*    આઈસીઆઈસીઆઈ બેંકે શાખાઓમાં ડિપોઝિટ તથા ઉપાડ પર ટેક્સ લાગૂ કર્યો

*    ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દરેક વિડ્રોઅલ પર ૧૦૦-૧૨૫ રૂપિયાનો ચાર્જ

*    બેંકની શાખાઓમાં મશીનો મારફતે પૈસા ડિપોઝિટ કરવા પર પણ ચાર્જ લાગૂ થશે

*    મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ મારફતે થનાર એનઈએફટી, આરટીજીએસ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ફ્રી

*    ૧૬મી ઓક્ટોબરથી દરેક કેસ વિડ્રોઅલ માટે ચાર્જ લાગૂ થશે

*    આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને મોટો ફટકો પડે તેવો નિર્ણય લેવામાં આવ્યો

(12:00 am IST)