Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

હવેથી 10 ગ્રામ કરતાં વધારે સોનાની હેરફેર માટે ઈ-વે બિલ લાગુ થઇ શકે છે

કરચોરી રોકવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા લેવાશે પગલું

નવી દિલ્હી : સોનાના ભાવમાં આગઝરતી તેજી ને લઇ પાછલા થોડા દિવસોમાં સોનાની દાણચોરી ખૂબ વધી ગઈ છે. આને નાથવા માટે સરકાર હવે ઈ-વે બીલ લાવવાની વિચારણા કરી રહી છે. હવેથી 10 ગ્રામ કરતાં વધારે સોનાના ટ્રાન્સપોર્ટેશન માટે ઈ-વે બિલ બનાવવાનું ફરજિયાત બની શકે છે. 

અત્યારે રૂપિયા 50 હજારના મૂલ્ય કરતાં વધારેના માલ ને એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં મોકલવા માટે ઈ-વે બિલ ની જરૂર પડે છે. જોકે તેમાંથી સોના ચાંદી જેવી કીમતી ધાતુને બાકાત રાખવામાં આવી હતી. પરંતુ, હવે કરચોરી અને દાણચોરીને નાથવા માટે રાજ્યો પણ ઈ-વે બિલ અંગે વિચારણા કરી રહયાં છે.

 એક બાજુ સોનાના ભાવમાં તેજી છે, તો બીજી બાજુ કોરોના ને કારણે આર્થિક મંદીનીમાં જીએસટી કલેક્શન ખૂબ ઘટી ગયું છે. આથી કેરળ સરકારે તો ઈ.વે બીલ જલદીમાં જલદી લાગુ કરવાની યોજના બનાવી છે જેને હરિયાણાએ ટેકો પણ આપ્યો છે. આ દરમિયાન ગુજરાતે સુરક્ષાના મુદ્દે ઈ-વે બિલનો વિરોધ કર્યો છે. જ્યારે બિહારે આ કાયદાને અવ્યવહારુ જણાવ્યો છે. 

સોનાની હેરફેરમાં સુરક્ષાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી ઈ વે  બિલનું  ઈન્ક્રીટેડ સ્વરૂપ તૈયાર કરવાની વિચારણા પણ થઈ રહી છે. પ્રધાનોનું એકજૂથ આવતીકાલે આ દરખાસ્તને ઉપર સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. જેથી સોનામાં દાણચોરી અટકે અને જીએસટી વધતા રાજ્યોને આવક મળી રહે.

(12:50 am IST)